Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-12 સામાન્ય પ્રવાહ ગુજરાતી પરીક્ષા:12125 વિદ્યાર્થીઓ હાજર, 184 ગેરહાજર રહ્યા

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની ગુજરાતી વિષયની પરીક્ષા બપોરના સેશનમાં યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 12,125 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. મંગળવારે બપોરે 3 કલાકે ગુજરાતી વિષયનું પેપર શરૂ થયું હતું. કુલ 12,309 વિદ્યાર્થીઓમાંથી 12,125 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે, 61 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી તમામ 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિષયવાર વિગતો જોઈએ તો, ગુજરાતી 001 (પ્રથમ ભાષા)માં 11,945 વિદ્યાર્થીઓમાંથી 11,765 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 180 ગેરહાજર રહ્યા હતા. મરાઠી (003) અને હિન્દી (002) વિષયમાં એક-એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. અંગ્રેજી (006) વિષયમાં 362 વિદ્યાર્થીઓમાંથી 360 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસાથી ગોધરા જતી કારમાંથી 885 કિલો ગૌમાંસ જપ્ત:મહીસાગર LCBએ હોન્ડા કારને રોકવા છતાં ભાગ્યો, પીછો કરીને ફિલ્મી ઢબે એક આરોપીને ઝડપી પાડ્યો, બીજો ફરાર
    Next Article
    પાટણમાં મહિલા દિન નિમિત્તે સંગીત સંધ્યા યોજાઈ:સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આઠ મહિલા કલાકારોએ પ્રસ્તુતિ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment