Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મહિલા દિન નિમિત્તે સંગીત સંધ્યા યોજાઈ:સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આઠ મહિલા કલાકારોએ પ્રસ્તુતિ કરી

    1 day ago

    પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. આર.કે. સ્ટુડિયો ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આઠ મહિલા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ ક્લબના FB Live કાર્યક્રમના 82મા એપિસોડ તરીકે ફેસબુકના માધ્યમથી જીવંત પ્રસારિત કરાયો હતો. આ સંગીત સંધ્યામાં અનિતાબેન ખત્રી, સુનિતાબેન પ્રજાપતિ, પિન્કીબેન પંચાલ, નેહાબેન પટેલ, સુનિતાબેન ઠાકર, જયશ્રીબેન જેઠવા, આરતીબેન ડબગર અને જ્યોતિબેન પટેલે ભાગ લીધો હતો. પરિવાર અને વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ આ મહિલા કલાકારોએ ભારતીય પોષાકમાં સજ્જ થઈને સંગીત પ્રસ્તુત કર્યું હતું, જેને સંગીતપ્રેમીઓએ ખૂબ માણ્યું હતું. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના ડાયરેક્ટર સંદીપભાઈ ખત્રીના આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ક્લબના અનિતાબેન ખત્રી દ્વારા મહિલા દિન નિમિત્તે દરેક કલાકાર બહેનોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન પટેલે કર્યું હતું, જેમણે મહિલાઓના વિશેષ મહત્વને સરળ શૈલીમાં રજૂ કર્યું હતું. હેમંતભાઈ કાટવાલા, હિતેશભાઈ ઠાકર, રાધેશ્યામભાઈ ઠાકર સહિત અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી કલાકાર બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભરતભાઈ પેન્ટરે ફિલ્મ જગતમાં સફળતા મેળવેલી નામાંકિત હિરોઈનોના સુંદર કટઆઉટથી કાર્યક્રમ સ્થળનું સુશોભન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ધો-12 સામાન્ય પ્રવાહ ગુજરાતી પરીક્ષા:12125 વિદ્યાર્થીઓ હાજર, 184 ગેરહાજર રહ્યા
    Next Article
    Threat to blow up post office | બારડોલીમાં પોસ્ટ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment