Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અવિધા ગામે 'જલ અર્પણ દિન'ની ઉજવણી:પાણી સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

    1 day ago

    ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના સમારકામ અને જાળવણી અંગે જાગૃતિ લાવવા માટે "જલ અર્પણ દિન"ની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર પી.બી. વલવાઈ, કાર્યપાલક ઈજનેર, યુનિટ મેનેજર સહિતના અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ, પાણી સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો દ્વારા પ્રભાતફેરી યોજીને થયો. આ પ્રભાતફેરીમાં પાણી બચત, સ્વચ્છતા અને પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોએ પાણી પુરવઠા યોજનાના ઘટકોના રક્ષણના પ્રતીકરૂપે નાડાછડી બાંધી પૂજન કર્યું. કાર્યક્રમમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના સમારકામ-જાળવણી અંગે માર્ગદર્શન અપાયું અને ગ્રામજનોને સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે અવિધા ગામને "હર ઘર જલ" ગામ તરીકે જાહેર કરીને ગ્રામ પંચાયતને જળ કલશ અર્પણ કરાયો. આ ઉપરાંત, પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ કેટલાક ગામોને પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ પણ થયું. પાણી સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર મહિલા ઓપરેટરો અને સ્વસહાય જૂથોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર કમલેશ સિંધાએ કર્યું.
    Click here to Read More
    Previous Article
    ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક:પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઉછાળો, 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
    Next Article
    ડુમસ રોડ પરથી ચાલતું આંતરાજ્ય ઠગાઈનું નેટવર્ક:દેશભરમાં લોકોને લોન-જોબના નામે લૂંટતા કોલ સેન્ટરના કિંગને પાસા હેઠળ ભુજ જેલ ભેગો કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment