Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક:પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઉછાળો, 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

    1 day ago

    માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઉનાળાએ આકરા બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં છેલ્લા પાંચ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રીથી ઉછળીને સીધું 39.6 ડિગ્રીએ પહોંચી ગયું છે ભેજનું પ્રમાણ ઘટતા અને પવનની ગતિ ધીમી પડતા લોકો હવે આકરી અને સૂકી ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજુ બે દિવસ પહેલા જ ભાવનગરમાં મહત્તમ તાપમાન 39 ડીગ્રી ને પાર પહોંચી ગયું હતું ત્યારે આજે સપ્તાહની શરૂઆત સાથે સૂર્યનારાયણ ફરી આકરાં બન્યા હોય તેમ આજે શહેરમાં મહત્તમ તાપમાન 39.6 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23.5 વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર 15 સાથે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો, ગત શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ હતું ત્યારે ઉનાળાની શરૂઆત જ આવી છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ક્યાં પહોંચશે ? એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે, છેલ્લા 5 દિવસનો તાપમાનનો પારો ક્રમશઃ વધ્યો તા.6 માર્ચ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.7 માર્ચ ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 30 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 માર્ચ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 માર્ચ ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 માર્ચ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 15 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાના મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી:AAPના કોર્પોરેટરનું લેપટોપ તૂટતા વિરોધ પક્ષનો મેયરની ચેમ્બરમાં ઘુસવાનો પ્રયાસ, મનપાનું મુખ્યાલય હવે ‘તાપી ભવન’થી ઓળખાશે
    Next Article
    અવિધા ગામે 'જલ અર્પણ દિન'ની ઉજવણી:પાણી સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment