Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન:વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું

    1 day ago

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા સ્થિત 42 પાટીદાર સમાજ ઘર ખાતે 'મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે પ્રમુખ બાબુભાઈ પટેલે મહિલા શક્તિને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ માટે માત્ર 8મી માર્ચ જ નહીં, પરંતુ વર્ષના તમામ 365 દિવસો મહત્વના છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047 સુધીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓના સશક્તિકરણ અને તેમના ઉચ્ચ સામાજિક સ્થાનને અનિવાર્ય ગણાવ્યું હતું. પોતાના ઉદ્બોધનમાં બાબુભાઈ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજકારણમાં 33 અનામતની જોગવાઈ અને 'ડ્રોન દીદી' જેવી ક્રાંતિકારી યોજનાઓ માટે બજેટમાં કરવામાં આવેલો વધારો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહ્યો છે. તેમણે પરિવારમાં માતા, પુત્રી અને બહેન તરીકેના યોગદાનને બિરદાવતા ઉમેર્યું કે, સ્ત્રી વિનાનું ઘર અંધકારમય છે અને આજે મહિલાઓ પુરુષ સમોવડી બની અશક્ય જણાતા કાર્યો કરી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખ, તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ વી રોઝ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    AC કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ આગથી અફરાતફરી:મહિધરપુરાની આંગડિયા પેઢીમાં આગથી સામાન બળીને ખાખ, લાખોની રોકડનો આબાદ બચાવ: એક જ દિવસમાં 7 આગના બનાવો
    Next Article
    હાટકેશ્વર બ્રિજ ડિમોલીશન સમયે અકસ્માત સર્જાતા મહિલા ઈજાગ્રસ્ત:બ્રિજ નીચે મૂકવામાં આવેલી રેતીની બેગ ધસી પડી, મહિલાને સારવાર માટે ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment