Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AC કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ આગથી અફરાતફરી:મહિધરપુરાની આંગડિયા પેઢીમાં આગથી સામાન બળીને ખાખ, લાખોની રોકડનો આબાદ બચાવ: એક જ દિવસમાં 7 આગના બનાવો

    1 day ago

    સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. વધતા જતા તાપમાનની સાથે જ શહેરમાં આગના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મળતી માહિતી પ્રમાણે, મહિધરપુરા ખાતે આવેલી SP આંગડિયા પેઢીમાં આજે સામાન્ય દિવસની જેમ કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એસીના કોમ્પ્રેસરમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ઓફિસમાં આગ પ્રસરી ગઈ હતી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ઘટના સમયે ઓફિસમાં બે કર્મચારીઓ હાજર હતા, જેઓ સમયસૂચકતા વાપરીને તુરંત બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રૂપિયાનો બચાવ અને નુકસાન આગ એટલી પ્રચંડ હતી કે ઓફિસમાં રહેલું ફર્નિચર, પંખા અને તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે આંગડિયા પેઢીમાં રાખવામાં આવેલી રોકડ રકમ સળગતા બચી ગઈ હતી. ફાયર વિભાગ અને હાજર લોકોની મદદથી 1.10 લાખની રોકડ સહી-સલામત બહાર કાઢી માલિકને પરત સોંપવામાં આવી હતી. એક જ દિવસમાં 7 આગના બનાવો સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો પર લોડ વધતા શોર્ટ સર્કિટ અને બ્લાસ્ટની ઘટનાઓ વધી છે. આજે વહેલી સવારથી સાંજ પાંચ વાગ્યા સુધીમાં જ સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ આગના કુલ 7 બનાવો નોંધાયા છે, જે વહીવટી તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય છે. હાલમાં મહિધરપુરાની ઘટનામાં આગ લાગવાનું પ્રાથમિક કારણ એસી બ્લાસ્ટ માનવામાં આવે છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉર્વશી રૌતેલાને ઉતાવળે કુવૈત છોડવું પડ્યું:મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે એક્ટ્રેસ ભારત પરત ફરી, કહ્યું- 'ફ્લાઇટમાં બેસતા જ ધબકારા વધી ગયા'
    Next Article
    લુણાવાડામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન:વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment