Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉર્વશી રૌતેલાને ઉતાવળે કુવૈત છોડવું પડ્યું:મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે એક્ટ્રેસ ભારત પરત ફરી, કહ્યું- 'ફ્લાઇટમાં બેસતા જ ધબકારા વધી ગયા'

    1 day ago

    મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા કુવૈતથી ભારત પરત ફરી છે. પરિસ્થિતિ બગડ્યા બાદ તેણે ઉતાવળમાં કુવૈત છોડી દીધું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તે દરમિયાન તે ખૂબ ડરી ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા હતા. ઉર્વશીને અચાનક કુવૈતથી નીકળવું પડ્યું ખરેખર, તાજેતરના દિવસોમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે મિડલ ઇસ્ટમાં સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. ઘણી જગ્યાએ મિસાઈલ હુમલા અને સુરક્ષા એલર્ટના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલા પણ પોતાના એક પ્રોફેશનલ કામના સંબંધમાં કુવૈત ગઈ હતી, પરંતુ પરિસ્થિતિ અચાનક બગડ્યા બાદ તેને તરત જ ત્યાંથી નીકળવું પડ્યું. 'ધબકારા વધી ગયા, ડરે મને ઘેરી લીધી' એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે, જ્યાં સુધી તે ફ્લાઇટમાં બેઠી, ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ સીટ પર બેઠા પછી અચાનક તેને ગભરામણ થવા લાગી. તેણે લખ્યું કે, તેનું હૃદય ખૂબ ઝડપથી ધબકવા લાગ્યું અને અચાનક ડરની ભાવનાએ તેને ઘેરી લીધી. ઉર્વશીએ કહ્યું કે, તે સમયે તે પોતાને અસુરક્ષિત અને ચિંતિત અનુભવી રહી હતી, તેથી તેણે પોતાના ચાહકોને દુઆ કરવાની અપીલ પણ કરી. રિપોર્ટ્સ અનુસાર, કુવૈત એરપોર્ટ પર તે સમયે માહોલ પણ ઘણો તણાવપૂર્ણ હતો. ઘણા વિદેશી નાગરિકો ઝડપથી દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા તપાસ વધારી દેવામાં આવી હતી અને યાત્રીઓમાં ગભરામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ દરમિયાન ઉર્વશી પણ એરપોર્ટ પર ભાવુક થઈ ગઈ અને ફ્લાઇટમાં બેસતા પહેલા તેની આંખોમાં આંસુ આવી ગયા. સ્થાનિક અધિકારીઓ અને એરપોર્ટ સ્ટાફનો આભાર માન્યો જોકે, ઉર્વશી હવે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. ભારતમાં પહોંચ્યા પછી, તેણે તેના ચાહકોને જણાવ્યું કે તે ઠીક છે. તેણે સ્થાનિક અધિકારીઓ અને એરપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો, જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મુસાફરોને મદદ કરી. ભારત પરત ફર્યા પછી, ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં તે તેના ચાહકોને અપડેટ આપતી જોવા મળી. આ વીડિયો દ્વારા તેણે બધાને ખાતરી આપી કે હવે તે સુરક્ષિત છે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડકપ જીતીને ઘર પરત ફરેલા ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત:સૂર્યા બોલ્યા- અમારો આગામી લક્ષ્ય ઓલિમ્પિક ગોલ્ડ, ઈશાન બાળકો સાથે ક્રિકેટ રમ્યો
    Next Article
    AC કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ આગથી અફરાતફરી:મહિધરપુરાની આંગડિયા પેઢીમાં આગથી સામાન બળીને ખાખ, લાખોની રોકડનો આબાદ બચાવ: એક જ દિવસમાં 7 આગના બનાવો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment