Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાટકેશ્વર બ્રિજ ડિમોલીશન સમયે અકસ્માત સર્જાતા મહિલા ઈજાગ્રસ્ત:બ્રિજ નીચે મૂકવામાં આવેલી રેતીની બેગ ધસી પડી, મહિલાને સારવાર માટે ખસેડાઈ

    1 day ago

    અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે દરમિયાન આજે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના ભાગે મુખ્ય રોડ ઉપર ના બે સ્પાન તોડવાના બાકી છે. છેલ્લા એક મહિનાથી આ કામગીરી બાકી હતી ત્યારે બ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચે રેતી- કોંક્રિટના મોટા કોથળા મૂકવામાં આવ્યા છે જે કોથળા બ્રિજ નીચે રાખી અને ત્યારબાદ બ્રિજને તોડવામાં આવશે જેથી સીધો બ્રિજ નીચે બેસી જાય. આજે 10 માર્ચના રોજ સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની નીચે રેતી- કોંક્રિટના મોટા પ્લાસ્ટિકના કોથળા મૂકવામાં આવેલા હતા તે એકાએક પડ્યા હતા અને સીધા બ્રિજ પાસે લારી લઈને ઉભેલી મહિલા ઉપર પડ્યા હતા. મહિલા કોથળાના નીચે આવી ગઈ હતી જેથી તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. કોથળા મહિલાની લારી ઉપર પણ પડતા તેને નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરના માણસને ધમકાવ્યો પણ હતો. હાટકેશ્વર બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રકારે સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ સૌથી વ્યસ્ત રોડ ગણવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બંધ કરી અને કામગીરી કરવી જરૂરી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બંધ કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ ઘટના બની છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન:વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સગીર પ્રેમીને લઈ ભાગેલી યુવતી રેલવે સ્ટેશનથી ઝડપાઈ, 20 કરોડના ખર્ચે બનેલા ઓડિટોરિયમનાં રિનોવેશન પાછળ 23 કરોડનો ખર્ચ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment