Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિકોત્સવ:સક્ષમ સેન્ટર અને સ્પેશિયલ એજ્યુકેશન સેલ પણ જોડાયા

    1 day ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને “સક્ષમ સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ઓફ દિવ્યાંગજન” બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલ દ્વારા મંગળવાર, 10 માર્ચ 2026ના રોજ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારે 11:00 વાગ્યે સંતરામ સભાગૃહ, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રમુખ ડૉ. વિભા વૈષ્ણવ અને બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલના વિભાગપ્રમુખ ડૉ. દિલીપ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન સર ઉપસ્થિત રહ્યા હતા. IISc બેંગલોરના પ્રોફેસર ડૉ. હાર્દિક પંડ્યા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વિભાગપ્રમુખના સંબોધનથી થઈ હતી. ડૉ. દિલીપ શર્માએ મુખ્ય અતિથિનું સ્વાગત કર્યું, જ્યારે ડૉ. વિભા વૈષ્ણવે કુલપતિનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કુલપતિ પ્રો. નિરંજન સરે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં બી.એડ્. કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે રોજગારની વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્રમાં તાલીમબદ્ધ શિક્ષકોની માંગને કારણે કોર્સ પૂર્ણ કર્યા બાદ લગભગ 100 ટકા રોજગારની ખાતરી છે. સ્પેશિયલ બી.એડ. વિભાગનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરાયો હતો. મુખ્ય અતિથિ ડૉ. હાર્દિક પંડ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વિશેષ શિક્ષણમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે, ડૉ. દિલીપ શર્મા દ્વારા આભારવિધિ અને વંદેમાતરમ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉનાળાનાં પ્રારંભે હીટવેવની આગાહી, ખાસ આરોગ્યલક્ષી એડવાઈઝરી જાહેર:સૂર્યનાં પ્રકોપથી બચવા બપોરનાં સમયે બહાર ન નીકળવા આરોગ્ય અધિકારીની અપીલ
    Next Article
    CVM યુનિવર્સિટીએ અમેરિકાની WPI સાથે કર્યા MoU:આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક સહયોગ મજબૂત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment