Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીએ અમેરિકાની WPI સાથે કર્યા MoU:આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક સહયોગ મજબૂત બનશે

    1 day ago

    CVM યુનિવર્સિટીએ અમેરિકાની વર્સેસ્ટર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી (WPI) સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કર્યા છે. 9 માર્ચ, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી ખાતે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઉચ્ચ સ્તરીય સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. WPI યુનિવર્સિટી અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી એક અગ્રણી સંશોધન યુનિવર્સિટી છે, જેની સ્થાપના 1865માં થઈ હતી. આ સંસ્થા વિજ્ઞાન, ઇજનેરી, કલા, વ્યવસાય અને વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે તેની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. WPI તેની પ્રોજેક્ટ આધારિત શૈક્ષણિક પદ્ધતિ (Project-Based Learning) માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે, જેમાં વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલને અભ્યાસક્રમ સાથે જોડવામાં આવે છે. તેને R1 સંસ્થા તરીકે માન્યતા મળી છે, જે તેને ઉચ્ચ સ્તરની સંશોધન પ્રવૃત્તિ ધરાવતી અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન આપે છે. 2025ના પ્રિન્સટન રિવ્યુ મુજબ, WPIએ કરિયર પ્લેસમેન્ટ માટે 15મું અને U.S. News World Report મુજબ ઇન્ટર્નશિપ/કો-ઓપ કાર્યક્રમો માટે 11મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનિવર્સિટીમાં 20 NCAA Division III વર્સિટી સ્પોર્ટ્સ ટીમો સાથે સક્રિય કેમ્પસ જીવન અને નવીનતા તથા સંશોધનની મજબૂત સંસ્કૃતિ પણ જોવા મળે છે. આ MoU અંતર્ગત સંયુક્ત સંશોધન, વિદ્યાર્થી અને સ્ટાફ એક્સચેન્જ, સંયુક્ત પ્રોજેક્ટ માર્ગદર્શન, સંશોધન ભંડોળ મેળવવા માટે સહયોગ અને એકબીજાની સુવિધાઓનો ઉપયોગ જેવા મુખ્ય હેતુઓ સમાવિષ્ટ છે.આ કરાર હેઠળ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય સંશોધન પેપર્સ તૈયાર કરી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ એકબીજાની સંસ્થાઓમાં જ્ઞાનનું આદાન-પ્રદાન કરી શકશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંશોધન માટે ગ્રાન્ટ મેળવવા માટે પણ બંને સંસ્થાઓ સંયુક્ત અરજીઓ કરશે. ઉપરાંત, બંને યુનિવર્સિટીઓ એકબીજાની અદ્યતન પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.આ MoU પર WPI યુનિવર્સિટી વતી ડૉ. શ્રીકુમાર પન્યામ અને CVM યુનિવર્સિટી વતી પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલે હસ્તાક્ષર કર્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ આ પહેલને આવકારી હતી. તેમણે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન આપે અને યુનિવર્સિટીને આગવી ઓળખ મળે તે દિશામાં સઘન કાર્ય કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિકોત્સવ:સક્ષમ સેન્ટર અને સ્પેશિયલ એજ્યુકેશન સેલ પણ જોડાયા
    Next Article
    સજની હત્યા કેસ, આરોપી પતિના જામીન નકારતી કોર્ટ:15 વર્ષે ઝડપાયો'તો, મિત્રની ખોટી ઓળખ ઉભી કરી વિદેશ જઈ આવ્યો; બીજી પત્ની ને સંતાનો ઓસ્ટ્રેલિયામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment