Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળાનાં પ્રારંભે હીટવેવની આગાહી, ખાસ આરોગ્યલક્ષી એડવાઈઝરી જાહેર:સૂર્યનાં પ્રકોપથી બચવા બપોરનાં સમયે બહાર ન નીકળવા આરોગ્ય અધિકારીની અપીલ

    1 day ago

    રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પારો વધુ ઊંચો જવાની અને હીટવેવની પ્રબળ શક્યતાઓને જોતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે. આરોગ્ય અધિકારી દ્વારા એક વિસ્તૃત અખબારી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સૂર્યના પ્રકોપથી બચવા લોકોને જરૂરી કામ સિવાય બપોરનાં સમયે બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું? અને શું ન કરવું? તેની ઝીણવટભરી વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે આ ગરમી જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાઇડ્રેશન અને આહાર પર વિશેષ ભાર આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, ગરમીમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સતત હાઇડ્રેટેડ રહેવું અનિવાર્ય છે. તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. મુસાફરી દરમિયાન પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. ઘરે બનાવેલા કુદરતી પીણાં જેવા કે લીંબુ પાણી, છાસ, લસ્સી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન)નો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. આહારમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ અને અનાનસ તેમજ કાકડી જેવા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. જોકે, ઉચ્ચ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પહેરવેશ અને જીવનશૈલીમાં ફેરફાર ડો. વાંકાણીનાં જણાવ્યા મુજબ ભારે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે હળવા રંગના, સુતરાઉ અને ઢીલા વસ્ત્રો પહેરવાની જોઈએ. બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખવા માટે છત્રી, ટોપી કે ટુવાલનો ઉપયોગ કરવો અને પગમાં ચંપલ કે બૂટ પહેરવા જરૂરી છે. બપોરે 12:00થી 03:00ના સમયગાળા દરમિયાન, જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઘરની બારીઓ અને પડદા દિવસ દરમિયાન બંધ રાખીને ઘરને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો અને રાત્રિના સમયે હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. બાળકો-પાલતુ પ્રાણીઓને વાહનોમાં એકલા ન છોડવા અપીલ વધુમાં તેમણે જણાવ્યું કે, હીટવેવ અમુક વર્ગો માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જેમાં શિશુઓ, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, માનસિક કે શારીરિક બીમારી (ખાસ કરીને હૃદય રોગ કે હાઈ બ્લડ પ્રેશર) ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે લોકો બહાર મજૂરી કામ કરે છે અથવા ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં આવે છે, તેમને ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો એકલા રહેતા વૃદ્ધોના સ્વાસ્થ્યનું દૈનિક નિરીક્ષણ કરવું પણ જરૂરી છે. પાર્ક કરેલા વાહનોમાં ક્યારેય બાળકો કે પાલતુ પ્રાણીઓને એકલા છોડવા નહીં, કારણ કે બંધ વાહનનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે જીવલેણ બની શકે છે. રોજગારદાતાઓ અને કામદારો માટે સૂચનાઓ જે એકમોમાં કામદારો ખુલ્લામાં કે ગરમીમાં કામ કરે છે, ત્યાં રોજગારદાતાઓએ પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને દર 20 મિનિટે પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કાર્યસ્થળ પર શેડ કે આશ્રયસ્થાનની વ્યવસ્થા કરવી અને સખત પરિશ્રમ વાળા કામો વહેલી સવાર કે મોડી સાંજ સુધી મર્યાદિત રાખવા જોઈએ. દર 1 કલાકના સખત કામ પછી 5 મિનિટનો આરામ આપવો આવશ્યક છે. તેમજ કાર્યસ્થળ પર ફર્સ્ટ એઇડ કીટ અને ઇમરજન્સી પ્લાન તૈયાર રાખવા અને કોઈ કામદારોમાં હીટસ્ટ્રોકના લક્ષણો ઓળખવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવા જોઈએ. ઇમરજન્સી સારવાર અંતમાં તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ગરમીના કારણે અસ્વસ્થ જણાય, તો જરાપણ વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડવી, તેના કપડાં પર ઠંડુ પાણી છાંટવું અને પવન નાખવો. સ્થિતિ ગંભીર જણાય તો વિલંબ કર્યા વગર નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા પણ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    46 લાખના તરતા સોના સાથે બે ઝડપાયા:સ્પર્મ વ્હેલની ઉલ્ટી અમદાવાદથી રાજકોટ લઈને વેચાણ અર્થે આવ્યા'તા, રૂ.10 હજાર કમિશનમાં ડીલ કરી'તી
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિકોત્સવ:સક્ષમ સેન્ટર અને સ્પેશિયલ એજ્યુકેશન સેલ પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment