Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    46 લાખના તરતા સોના સાથે બે ઝડપાયા:સ્પર્મ વ્હેલની ઉલ્ટી અમદાવાદથી રાજકોટ લઈને વેચાણ અર્થે આવ્યા'તા, રૂ.10 હજાર કમિશનમાં ડીલ કરી'તી

    1 day ago

    રાજકોટમાંથી ફરી એક વખત 46.20 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને શહેર SOG પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી અમદાવાદના જ આરીફ નામના શખ્સ પાસેથી લઇ અને એસટી બસ મારફત રાજકોટ વેચાણ અર્થે આવ્યા હતાં. રાજકોટમાં ગ્રાહકની શોધમાં રહી આ એમ્બરગ્રિસનો જથ્થો વેચે તે પહેલા જ રાત્રીના સમયે શહેર SOG પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બન્ને શખ્સોએ કબૂલાત આપી હતી કે, અમદાવાદના આરીફ નામના શખ્સે આ જથ્થો વેચવા માટે આપ્યો હતો અને વેચાણ પર રૂપિયા 10,000 કમિશન આપશે તેવું જણાવ્યું હતું. જેથી પોલીસે અમદાવાદના આરીફ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. એમ્બરગ્રીસ સાથે બે શખ્સોની ધરપકડ રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે રૂપિયા 46.20 લાખની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીના નામ સુમિત શ્રીકાંત ધુમલ (ઉ.વ.37) અને મયુર મહેન્દ્રભાઈ ભાવસાર (ઉ.વ.19) છે જે મૂળ અમદાવાદના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના શખ્સ પાસેથી લઈને કમિશને રાજકોટમાં વેચવા આવ્યા'તા પકડાયેલ આરોપી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અમદાવાદના આરીફ નામના શખ્સ પાસેથી લઇ વેચાણ માટે એસટી બસ મારફત રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં ગ્રાહકોની શોધખોળ કરે તે પહેલા ચોક્કસ બાતમીના આધારે SOG દ્વારા બન્ને આરોપીઓને એમ્બરગ્રીસના 0.462 કિલોગ્રામ જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વ્હેલ માછલીની ઉલ્ટીને FSLમાં મોકલાઈ હાલ પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ FSL અધિકારીઓ પાસે પરીક્ષણ/તપાસ અર્થે મોકલી આરોપીની અટકાયત કરી તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય જેથી વધુ તપાસ અર્થે વનવિભાગના અધિકારી રાજકોટને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલ્ટી તરતું સોનુ માનવામાં આવે છે અને ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સ્પર્મ વ્હેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને એનાં ખરીદ-વેચાણ ગેરકાયદે જાહેર કરવામાં આવેલ છે. કેવી રીતે બને છે ઉલ્ટી.? વ્હેલની ઊલટી બનવાની પ્રોસેસ પ્રકૃતિની સૌથી વિચિત્ર ઘટનાઓમાંની એક છે. સાયન્સ પણ આ વાતને ખાતરીપૂર્વક જાણી શક્યું નથી કે આખરે વ્હેલની ઊલટી બનવાનું કારણ શું હોય છે.? કેટલીકવાર જ્યારે માંસનો ટુકડો વ્હેલના પેટમાંથી તેના આંતરડામાં પ્રવેશે છે ત્યારે વ્હેલના શરીરમાં થતી એક જટિલ પ્રક્રિયાથી એ વ્હેલની ઊલટી બને છે, જેને વ્હેલ ઓકી નાખે છે. 1783માં જર્મન ફિઝિશિયન ફ્રેન્ઝ સ્વેઇગરે એને 'કઠોર વ્હેલના છાણ' તરીકે ઓળખાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્પીકર બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ:ગોગોઈએ કહ્યું- રાહુલને 20 વખત ટોકવામાં આવ્યા; રિજિજુએ જવાબ આપ્યો: પ્રિયંકાને વિપક્ષના નેતા બનાવ્યા હોત તો સારું થાત
    Next Article
    ઉનાળાનાં પ્રારંભે હીટવેવની આગાહી, ખાસ આરોગ્યલક્ષી એડવાઈઝરી જાહેર:સૂર્યનાં પ્રકોપથી બચવા બપોરનાં સમયે બહાર ન નીકળવા આરોગ્ય અધિકારીની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment