Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના શ્રીહરિ સેવા પરિવાર દ્વારા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ:125 યાત્રિકો કથા શ્રવણ કરી રહ્યા છે; સંસ્થાનું 18મું આયોજન

    9 hours ago

    પાટણના શ્રીહરિ સેવા પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગા કિનારે આવેલા મુલતાન ભુવનના એસી હોલમાં ચાલી રહેલી આ કથામાં પાટણ, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને આણંદ સહિતના શહેરોમાંથી અંદાજે 125 યાત્રિકો કથા શ્રવણ અને તીર્થ ભ્રમણનો લાભ લઈ રહ્યા છે. સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે આ વર્ષે તેનું 18મું વર્ષ છે. આ સપ્ત દિન જ્ઞાન સત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે યોજવામાં આવ્યું છે.કથાના ચોથા દિવસે પૂજ્ય ભાઈએ ભાગવતજીના રહસ્યો સમજાવ્યા હતા. તેમણે નારદજી દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવાની કથા તેમજ પ્રેત ધુધુકારીને ગૌકર્ણજી દ્વારા ભાગવતજીની સહાયથી મોક્ષ પ્રાપ્તિ કરાવવાની રોચક કથા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત, વ્યાસ ચરિત્ર, નારદ ચરિત્ર અને મહાભારતની માર્મિક ચર્ચાઓ દ્વારા શ્રોતાઓને અભિભૂત કર્યા હતા.પૂજ્ય ભાઈએ જણાવ્યું હતું કે, પરમાત્મા પ્રત્યે પ્રીતિ કરાવે તે જ ધર્મ છે, અને આ પ્રીતિ એટલે કે ભક્તિ. તેમણે ભક્તિ રોજ, નિરંતર અને હેતુ વગરની હોવી જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું, કારણ કે આવી ભક્તિ જ મનુષ્યનું કલ્યાણ કરે છે. નિરાકાર પરમાત્મા સાકાર અવતાર લઈને આવે છે તે ભક્તિની તાકાત અને પરિણામ છે. ભક્તિના દોરે ભગવાન બંધાય છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાને 24 અવતારો લીધા છે.વ્યાસ મુનિએ સંસારનું કલ્યાણ થાય તે માટે કોઈપણ અપેક્ષા વગર ચાર લાખથી વધારે શ્લોકોની રચના કરી હતી. ચોથા દિવસના સત્રમાં વામન અવતાર, નૃસિંહ અવતાર અને રામ જન્મના ઉત્સવને માણવામાં આવ્યો હતો, જ્યારે સાયંકાળે કૃષ્ણ જન્મોત્સવનો મનોરથ પણ થયો હતો.પાંચમા દિવસે શ્રી ગીરીરાજનું પૂજન-અર્ચન કરવામાં આવશે અને ગીરીરાજજી સમક્ષ વિવિધ સામગ્રીનો અન્નકૂટ ભરવામાં આવશે. ત્યારબાદના દિવસે બે સત્રની કથામાં સાયંકાળે ભગવાન કૃષ્ણચંદ્ર અને દેવી રૂક્ષ્મણીના વિવાહનો મનોરથ થશે. કથાનું સંચાલન ભાઈના ગુરુપુત્ર ભાર્ગવભાઈ શાસ્ત્રી કરી રહ્યા છે, જ્યારે અમિતભાઈ, જીગરભાઈ અને અવનીબેનની ટીમ વ્યવસ્થા સંભાળી રહી છે. ચોથા દિવસે વર્ષાબેન ગીરીશચંદ્ર નાયક, સ્વ. શાંતિલાલ પોપટલાલ જાની, સ્વ. નિર્મળાબેન શાંતિલાલ જાની, હ. પદ્માબેન મુકેશભાઈ જાની પરિવાર તેમજ યોગેશભાઈ કાંતિલાલ પટેલે મનોરથી તરીકે લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીમાં વધારો:200 કરોડની ખંડણી કેસમાં આરોપ નક્કી થશે, કોર્ટે કહ્યું- ‘પૂરતા પુરાવા છે, સુકેશ-લીના સહિત 17 શખ્સો પર ચાર્જ ફ્રેમ થશે’
    Next Article
    સૌરાષ્ટ્રનો મોટો દારૂ સપ્લાયર ‘અલ્તાફ છ આંગળી’ અમદાવાદથી ઝડપાયો:ગેંગ સામે 46 ગુના, મુખ્ય સૂત્રધારના 10 દિવસના રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment