Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બે સ્થળોએ રોડ અકસ્માત:અલકાપુરીમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ, યુવક ઇજાગ્રસ્ત, સેવાસીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

    1 day ago

    વડોદરા શહેરના અલકાપુરી અને સેવાસી વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ રોડ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં અલકાપુરી વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સેવાસી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. બંને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં કાર દિવાલ સાથે અથડાઈ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય આદિત્ય મુકેશભાઈ મોદીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ સવારે સાડા ચાર વાગ્યે નોકરીમાંથી છૂટ્યા બાદ પોતાની ફોર વ્હીલર ડિઝાયર કાર (નંબર GJ 07 DC 4175) લઈને મિત્ર બીપીન ત્રિવેદીને મયંક એપાર્ટમેન્ટ, ગોત્રી ખાતે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમણે મિત્રને ફોન કરી રેલ્વે સ્ટેશન ખાતે નાસ્તો કરવા જવાનું કહ્યું હતું, તેમની પણ નાઈટ શિફ્ટ હોવાથી તેઓ તેમને લેવા ગયા હતા. બંને કારમાં બેસી ગેંડા સર્કલ થઈ ગુંજ સોસાયટી વાળા રોડ પર પૂરઝડપે કાર ચલાવી રહ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે કુંજ પ્લાઝા ચાર રસ્તા પાસે કુંજ સોસાયટી ઘર નંબર 3ની દિવાલ સાથે કાર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં આદિત્ય મોદીને ડાબા કાન પાસે, ડાબી આંખ ઉપર, જમણા પગના ઘૂંટણ પાસે તથા ડાબા પગના ઘૂંટણ પાસે મૂઢમાર ઈજા થઈ હતી. પ્રિયંકા દવેને જમણા થાપા અને જમણા હાથના ખભાના ભાગે ઈજા થઈ હતી. કારનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સેવાસી એફજીઆઈ સામે બાઈક-કાર વચ્ચે અકસ્માત બીજી તરફ, વડોદરા શહેરના સેવાસી એફજીઆઈ સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના કારણે બાઈકનું આગળનું વ્હીલ નિકળી ગયું હતું. આ ઘટનામાં પણ કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. બંને અકસ્માતોમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી:અરજી કરવા QR કોડ જાહેર, 50% બેઠક પર યુવાનોને તક; 11થી 20 માર્ચ ઉમેદવારોને સાંભળશે
    Next Article
    વલસાડ અતુલ-દિવેદ બ્રિજ 3 વર્ષમાં જ જર્જરિત:ગાબડામાંથી સળિયા દેખાતાં વાહનચાલકો માટે જોખમ વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment