Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી:અરજી કરવા QR કોડ જાહેર, 50% બેઠક પર યુવાનોને તક; 11થી 20 માર્ચ ઉમેદવારોને સાંભળશે

    1 day ago

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોંગ્રેસે થોડા સમય પહેલા જ અલગ-અલગ સમિતિઓની પણ જાહેર કરી હતી. જો કે, હવે કોંગ્રેસ આગામી 11 માર્ચથી તાલુકા, જિલ્લા અને મહાનગરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધી ઉમેદવારી કરવા માંગતા લોકોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. QR કોડ પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક લેવલે ઉમેદવારોની પસંદગી, પ્રદેશ કક્ષાએથી દખલગીરી ન કરવા નિર્ણય 15 મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકશે. જે બાદ સ્થાનિક લેવલ પર ઉમેદવારોની સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે સ્થાનિક લેવલ પર જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કોઈપણ દખલગીરી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના આદેશ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારવાની છે. જે લોકોની ઉંમર 50 કરતા ઓછી હશે તેવા ઉમેદવારોને 50 ટકા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે. મેયરની જાહેરાત પણ ચૂંટણી પહેલાં કરવાની તૈયારી જો કે, યુવા કોંગ્રેસની માગ હતી કે, 20 ટકા બેઠક પર યુવાનોને ઉમેદવારી કરવાની તક આપવામાં આવે, પરંતુ રાહુલ ગાંધીના આદેશ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠક પર 50 વર્ષ કરતા ઓછી ઉંમરના યુવાઓને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં 50 ટકા બેઠકો મહિલાઓને ટિકિટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસનું શાસન આવશે તો મેયર કોણ હશે તેની પણ જાહેરાત ચૂંટણી પહેલા કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના સ્લોગન સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક પર ચૂંટણી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. SIRની પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થયો હતો. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતમાં 1084 બેઠક, 262 તાલુકા પંચાયતમાં 5214 બેઠક, 83 નગરપાલિકાની 2596 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આગામી સમયમાં 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેના માટેની તમામ કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકામાં જઈને લોકો સાથે સંવાદ અને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. લોકોનો મેનિફેસ્ટો બને તે માટે લોકોના ઘરે જઈને તેમના સૂચનાઓ લેવામાં આવ્યા હતા, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોને રૂબરૂ બોલાવી સાંભળવામાં આવશેઃ અમિત ચાવડા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તેમજ 11 માર્ચથી 20 માર્ચ સુધી તમામ જગ્યા પર સંભવિત ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પેનલ તૈયાર કરવામાં આવશે. આખા ગુજરાતના તમામ મહાનગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભાવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. ‘બોગસ મતદાર યાદીના આધારે જ 20 વર્ષ ચૂંટણીઓ થઈ’ મતદાર યાદીને પ્રક્રિયાને સવાલ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે SIRની પ્રક્રિયા થઈ તે પહેલાં જ અમે કહેતા હતા કે, ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી. એમા મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. જ્યારે SIRની યાદી બહાર પડી અને સ્પષ્ટ થયું કે, મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતા હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી. SIR પછી જે મતદાર યાદી બહાર પાડી છે, તેમાં 70 લાખ જેટલા મતદારો નામ કમી થયા એ જ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં ચૂંટણીઓ થઈ તે બોગસ મતદાર યાદીના આધારે જ થતી હતી. ‘ચારેબાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે’ વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે ત્યારે હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસાની લૂટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાક્ષકો કરી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય. રેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય. સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય.
    Click here to Read More
    Previous Article
    ‘We didn’t understand what it was’: Johnny Lever’s daughter Jamie reveals how a chance encounter in a US church saved her brother
    Next Article
    વડોદરામાં બે સ્થળોએ રોડ અકસ્માત:અલકાપુરીમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ, યુવક ઇજાગ્રસ્ત, સેવાસીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment