Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 3માંથી બે આરોપીની ઘરપકડ કરી:નરોડાના મુઠિયામાં સગીરાની છેડતી કરી દસમાં માળેથી ફેંકતાં ગંભીર ઈજા

    3 days ago

    શહેરના નરોડાના મુઠિયા ગામમાં એક બાંધકામ સાઈટમાં મજૂર માતા-પિતાને ટીફીન આપીને પરત જઈ રહેલી સગીરાને એક મજુરે છેડતી કરી હતી. તેને ફોન નંબરની ચીઠ્ઠી આપી હતી. પરંતુ સગીરાએ ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા મજુરે તેના બે સાથીદારો સાથે મળીને સગીરાને 10 માળેથી લીફટના ભાગમાં ધક્કો મારી દીધો હતો. જેના પગલે સગીરા નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મામલે નરોડા પોલીસે ગુનો દાખલ કરીને બે આરોપીને પકડી પાડ્યા છે. જ્યારે ફરાર એક આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે,મુઠીયા ગામમાં આવેલી એક નવી બાંધકામ સાઇટ પર 11 મા માળે કામ કરતા શ્રમિક દંપતીની સગીર દીકરી તા.17 ઓગસ્ટના રોજ બપોરના સુમારે માતા-પિતાને ટિફિન આપવા માટે આવી હતી. ટિફિન આપીને જ્યારે 10 મા માળેથી પરત ફરી રહી હતી, ત્યારે ત્યાં જ મજૂરી કામ કરતા રાહુલ નામના શખ્સે તેને આડો હાથ કરીને રોકી પોતાના મોબાઈલ નંબર લખેલી એક ચિઠ્ઠી આપીને તેને ફોન કરવા માટે દબાણ કર્યું હતું. જોકે, સગીરાએ આ બાબતે સાફ ઇનકાર કરી દીધો હતો. ઉશ્કેરાયેલા રાહુલે ત્યાં હાજર તેના અન્ય બે સાથીદારો સુરેશચંદ્ર અને દિનેશ નિનામા સાથે મળીને સગીરાને જબરદસ્તી કરી ઊંચકીને સીડીની બાજુમાં આવેલા ખુલ્લા લિફ્ટના ભાગમાં ધકેલી દીધી હતી.10 માં માળેથી નીચે પટકાવાના કારણે સગીરાને મોઢાના ભાગે તેમજ શરીરે ઘણી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને શરીરે મલ્ટીપલ ફ્રેક્ચર પણ થયા છે. બાદમાં કિશોરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, ઘટના અંગે નરોડા પોલીસે પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે સહ-આરોપીઓ સુરેશચંદ્ર અને દિનેશ નીનામાની ધરપકડ કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી રાહુલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પસંદગીના સ્થળો પર જ દબાણ હટાવાતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ‎:સાપુતારામાં માત્ર એક જગ્યાએ દબાણ દૂર કરાતા સ્થાનિકોમાં અસંતોષ
    Next Article
    નિયમોનું પાલન કરાવવા શહેરના 300 કેટરર્સનો નિર્ણય:એનાલોગ પનીર અને ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધથી થાળી રૂ.200 સુધી મોંઘી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment