Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પસંદગીના સ્થળો પર જ દબાણ હટાવાતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ‎:સાપુતારામાં માત્ર એક જગ્યાએ દબાણ દૂર કરાતા સ્થાનિકોમાં અસંતોષ

    3 days ago

    ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં નોટિફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને વહીવટી અનિયમિતતાઓને લઈને સ્થાનિકો તથા પ્રવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં નોટિફાઇડ વિભાગ દ્વારા સાપુતારા ન્યૂ શોપિંગ સેન્ટરમાં મોહમ્મદ નામના એક વ્યક્તિને ફાળવેલી દુકાનની આગળ-પાછળ થયેલું દબાણ નાયબ મામલતદાર પરમારની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને વેપારીઓનો આરોપ છે કે વહીવટી તંત્ર દ્વારા પસંદગીના સ્થળો પર જ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. સાપુતારામાં માત્ર એક જ જગ્યાએ દબાણ નથી, સાપુતારાની મોટાભાગની હોટલોએ નોટિફાઇડ વિભાગની સરકારી જમીનો પર પાકા ગેરકાયદેસર બાંધકામો કરી લીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર સાપુતારા સર્કલથી પેટ્રોલ પંપ સુધી અને નોટિફાઇડ કચેરીથી બોટિંગ ક્લબ સુધીના રસ્તાઓ પર દબાણો જોવા મળે છે.પ્રવાસન સ્થળો જેવા કે સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ અને ટેબલ ટોપ જેવા મુખ્ય પ્રવાસન સ્થળો પર અંદાજે 500થી વધુ લારી-ગલ્લા ધારકોએ સરકારી જમીન પર કબ્જો જમાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    10 દિવસની પૂજા-અર્ચના બાદ દશામાની આજે વિદાય:રાતથી 16 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન કરાશે, 9 સ્થળે કૃત્રિમ તળાવો તૈયાર, જુઓ લિસ્ટ
    Next Article
    પોલીસે 3માંથી બે આરોપીની ઘરપકડ કરી:નરોડાના મુઠિયામાં સગીરાની છેડતી કરી દસમાં માળેથી ફેંકતાં ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment