Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમોનું પાલન કરાવવા શહેરના 300 કેટરર્સનો નિર્ણય:એનાલોગ પનીર અને ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધથી થાળી રૂ.200 સુધી મોંઘી થશે

    3 days ago

    મહારાષ્ટ્ર સરકારે એનાલોગ પનીર પ્રતિબંધ મૂક્યા બાદ ગુજરાત સરકારે તે જોઈને થોડા દિવસો પહેલાં એનાલોગ પનીર, ચીઝ, બટર જેવી ડેરી પ્રોડક્ટના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. જેને પગલે અમદાવાદના કેટરર્સ એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં 300 કેટરર્સ હાજર રહ્યા છે. બેઠકમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ જ પીરસવા નિર્ણય લેવાયો છે. જેની સીધી અસર પ્રસંગની ડિશના ભાવ પર પડવાની છે. કેટરર્સ દ્વારા ડિશ દીઠ અંદાજે રૂ.50થી 200 સુધીનો ભાવવધારો કરાશે. પનીર, બટર, આઈસક્રીમ અને મીઠાઈ જેવી વાનગીઓમાં અસલી દૂધની વસ્તુઓનો ઉપયોગ કરવાથી ખર્ચ વધશે. શહેરના 300થી વધુ કેટરર્સે તાકીદની બેઠક બોલાવી હતી જેમાં નક્કી કરાયું છે કે, હવેથી પ્રસંગોમાં પીરસાતા ભોજનમાં માત્ર અને માત્ર શુદ્ધ અને અસલી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય સ્વાસ્થ્ય માટે આવકારદાયક છે પરંતુ તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. અસલી અને શુદ્ધ સામગ્રી મોંઘી હોવાથી જમણવારની ડિશ દીઠ રૂ. 50 થી રૂ. 200 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જે પરિવારોએ અગાઉથી બજેટ નક્કી કરી રાખ્યા હશે તેમના માટે આ અણધાર્યો ખર્ચ મુશ્કેલી ઊભી કરી શકે છે. જોકે એસોસિએશનનું માનવું છે કે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા કરતાં થોડો વધુ ખર્ચ કરવો બહેતર છે. મીઠાઈમાં નકલી માવાનો ઉપયોગ નહીં કરી શકાય પ્રસંગોમાં કઈ સામગ્રીમાંથી વસ્તુ બનાવી તેનું બોર્ડ મૂકવું ફરજિયાત અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ભોજન પીરસવાનો છે. હવેથી દરેક કેટરર્સે પારદર્શિતા જાળવવી પડશે. પ્રસંગોમાં પીરસાતી દરેક વાનગી કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે તેનું સ્પષ્ટ બોર્ડ મૂકવું ફરજિયાત કરવા નિર્ણય લેવાયો છે. - નરેન્દ્ર પુરોહિત, પ્રમુખ આહાર મેનેજમેન્ટ એસોસિએશન પામ ઓઈલથી બનેલી વસ્તુ ખાવાથી બીપી, કોલેસ્ટ્રોલ વધે છે એનાલોગ પનીર, ચીઝ અને બટરમાં અસલી દૂધની જગ્યાએ પામ ઓઈલ, હાઈડ્રોજીનેટેડ ફેટ, સ્ટાર્ચ અને કેમિકલ્સ વપરાય છે. આ નકલી પદાર્થો ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ વધે છે, જે હૃદયરોગ, બ્લડ પ્રેશર અને સ્થૂળતા (ઓબેસિટી)નું જોખમ વધારે છે. સાથે જ, લિવર અને પાચનતંત્ર પર પણ ગંભીર વિપરીત અસર પડે છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 3માંથી બે આરોપીની ઘરપકડ કરી:નરોડાના મુઠિયામાં સગીરાની છેડતી કરી દસમાં માળેથી ફેંકતાં ગંભીર ઈજા
    Next Article
    Is Pani Puri Too Spicy For Jonty Rhodes? South African Cricketer Has The Perfect Desi Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment