Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા દિવસની અનોખી ઉજવણી:પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠને ફિલ્મ જોઈને મનાવ્યો

    2 days ago

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠન અને મેમનગર સિનિયર સિટીઝનની બહેનોએ એક અનોખી રીતે ઉજવણી કરી. આ બહેનોએ 'બેહદ' ફિલ્મ જોઈને આ દિવસની ઉજવણી કરી હતી. આ ફિલ્મના સ્પોન્સર ઊંઝા ઉમિયા માતાજી મહિલા સંગઠનના પ્રમુખ જાગૃતિબેન પટેલ હતા. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા છે અને 'મા દીકરી સંમેલન' જેવા કાર્યક્રમો પણ યોજે છે. તેમણે પોતાની સાથે કામ કરતી તમામ મહિલાઓને આ ફિલ્મ જોવા માટે ખાસ લાભ આપ્યો હતો. આ કાર્યક્રમમાં હેત હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટના હેતલબેન વિશેષ આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત અન્ય ઉપસ્થિત બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારે ફિલ્મ જોઈને મહિલા દિવસની ઉજવણી કરવાનો અનુભવ સૌ માટે આનંદદાયક અને યાદગાર રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાનના ગલ્લાની આડમાં ગાંજો વેચતો શખ્સ ઝડપાયો:પ્રભુનગરમાંથી 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્ત, યુવાધનને નશાના રવાડે ચઢાવતા દીપકસિંહ રાજપુતની ધરપકડ
    Next Article
    કલોલ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો:યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ, કોર્ટે પીડિતાને 1 લાખનું વળતર અપાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment