Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહણના હુમલાથી 5 વર્ષના બાળકનું મોત:ખાંભાના ચતુરી ગામે 1 કિમી દૂરથી બાળકનો મૃતદેહ અવશેષો સ્વરૂપે મળ્યો; છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના

    20 hours ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહણના હુમલામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. સિંહણ બાળકને ખેંચી ગઈ હતી, જેનો મૃતદેહ ગામથી લગભગ એક કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, જીયાન દેવકુંભાઈ સીધા (ઉં.વ. 5) નામનો બાળક મોડી રાત્રે દાદાની આંગળી પકડીને જઈ રહ્યો હતો ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ થોડા સમય બાદ બાળકનો મૃતદેહ અવશેષો સ્વરૂપે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ખાંભા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે આ એક દુઃખદ ઘટના છે અને વન વિભાગ સિંહણને પાંજરે પૂરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    વેનેઝુએલામાં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપ આવ્યા:10,000 થી વધુ લોકોનાં મોતની આશંકા, અનેક ઇમારતો ધરાશાયી; 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ
    Next Article
    Ancient Maya City Found Untouched In Mexican Jungle After 1,000 Years

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment