Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાનના ગલ્લાની આડમાં ગાંજો વેચતો શખ્સ ઝડપાયો:પ્રભુનગરમાંથી 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્ત, યુવાધનને નશાના રવાડે ચઢાવતા દીપકસિંહ રાજપુતની ધરપકડ

    2 days ago

    સુરત ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇસમને ગાંજાના જથ્થા અને લાખોની રોકડ રકમ સાથે દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાન અને બીડીના ગલ્લાની આડમાં આ નશાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પ્રભુનગરમાં પાનના ગલ્લાની આડમાં ચાલતું હતું નશાનું નેટવર્ક સુરત શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રભુનગર વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાના છૂટક વેચાણ સાથે સંકળાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પ્રભુનગર પ્લોટ નંબર 192 ખાતે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી નશાનો સામાન અને મોટી માત્રામાં રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી પોતાની રોજગારીના નામે પાન-બીડીનો ગલ્લો ચલાવતો હતો. સામાન્ય ગ્રાહકોની ભીડ વચ્ચે તે નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતો હતો. રહેણાંક વિસ્તારમાં પાનના ગલ્લાની આડમાં ચાલતા આ ગોરખધંધાને કારણે સ્થાનિક યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આરોપી પાસેથી 148 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે 1400 રૂપિયા જેટલી થાય છે. 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન માત્ર નશીલો પદાર્થ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ મળી આવી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6,56,350 રૂપિયાની રોકડ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમ ગાંજાના વેચાણ દ્વારા જ એકઠી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રૂ. 7000ની કિંમતનો 1 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. આમ, પોલીસે કુલ 6,73,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, મૂળ ઉત્તર પ્રદેશનો છે આરોપી ઝડપાયેલા આરોપીની ઓળખ 41 વર્ષીય દીપકસિંહ ફોજદારસિંહ રાજપુત તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો વતની છે અને હાલ ઉધનાના પ્રભુનગરમાં રહી વેપાર કરતો હતો. ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઉનાળાનાં પ્રારંભે હીટવેવની શક્યતા:મનપા દ્વારા ખાસ આરોગ્યલક્ષી એડવાઈઝરી જાહેર કરાઈ, સૂર્યનાં પ્રકોપથી બચવા બપોરનાં સમયે બહાર નહીં નીકળવા આરોગ્ય અધિકારીની અપીલ
    Next Article
    મહિલા દિવસની અનોખી ઉજવણી:પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠને ફિલ્મ જોઈને મનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment