Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના કોથમડીમાં ત્રણ દીપડાના બચ્ચા દેખાયા:મોડી રાત્રે લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ હરકતમાં

    1 day ago

    નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોથમડી ગામે મોડી રાત્રે એકસાથે ત્રણ દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા કોથમડી ગામમાં શેરડીના ખેતરો અને કોતરો દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બન્યા છે. ગત મોડી રાત્રે ગામના સીમ વિસ્તારમાં ત્રણ દીપડાના બચ્ચા રસ્તા પર અને ખેતરની વાડ પાસે લટાર મારતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય કોઈ રાહદારી અથવા ખેડૂતના કેમેરામાં કેદ થયું હતું. છેલ્લા કેટલાક સમયથી નવસારીના કાંઠા વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વન વિભાગના મતે, આ વિસ્તારમાં છુપાવવાની જગ્યા અને ખોરાક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી દીપડાઓ અહીં વસવાટ કરે છે. કોથમડી, મટવાડ અને આસપાસના ગામોમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બની છે. એકસાથે ત્રણ બચ્ચા દેખાતા તેમની માદી દીપડા પણ આસપાસ હોવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત માટે જતા ખેડૂતો સાવચેતી રાખી રહ્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એલોવેરા પાવડરના બહાને 'સ્પેસ ઓઈલ'નો કાળો કારોબાર:ગુજરાત ATSએ સુરતથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી; 100 કિલો ડ્રગ્સ થાઇલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં મોકલ્યાનો ખુલાસો
    Next Article
    10 વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો.:​અમદાવાદ અને સુરતના ગુનાઓમાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીને માંગરોળમાંથી દબોચી લેતી એસ.ઓ.જી. ટીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment