Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલોવેરા પાવડરના બહાને 'સ્પેસ ઓઈલ'નો કાળો કારોબાર:ગુજરાત ATSએ સુરતથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી; 100 કિલો ડ્રગ્સ થાઇલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં મોકલ્યાનો ખુલાસો

    1 day ago

    ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત એટોમેડિટ ડ્રગ્સ જેને સ્પેસ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જથ્થો ભારતથી ખોટું લેબલ લગાવીને મોકલનાર બીજા બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવીને પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યા ગુજરાત ATSને બાતમી મળી હતી કે, મુંબઈ એરપોર્ટથી ઓટોમેટીક પાવડરનો જથ્થો થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડર નામથી ખોટું લેબલ લગાવીને એક્સપોર્ટ કરવામાં આવે છે. જેથી ATSએ ગુનો નોંધી નિકુંજ ગઢિયા નામના એક આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. જે બાદ તપાસમાં ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા. મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો મળી આવ્યો ATSએ સુરતથી ચેતન અને ભૌતિકની પણ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ ત્રણેય આરોપીઓ પોતપોતાની અલગ અલગ ફાર્મા કંપનીના આધારે ઓટોમેટીક ડ્રગ્સ ખરીદતા હતા અને તેને ખોટું લેબલ લગાવીને અલગ અલગ દેશોમાં સપ્લાય પણ કરતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 100 કિલોથી વધુ સપ્લાય પણ કર્યું છે. ત્રણેયની હાલ ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમે મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો પણ મળી આવ્યો છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે એટોમેડિટ ભારતમાં હાલ પ્રતિબંધિત નથી, કારણ કે મેડિકલમાં એનેથેસિયામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં આ પ્રતિબંધિત ડ્રગ્સ છે. આ ડ્રગ્ નો ઉપયોગ ત્યાં લોકો નશો કરવા માટે કરે છે. એટોમેટીટને વિદેશમાં સ્પેસ ઓઇલના નામથી પણ ઓળખાય છે. કારણકે એકવાર તેનો નશો કર્યા બાદ ઉડવાની ફીલિંગ લોકો લેતા હોય છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ સન્માનિત
    Next Article
    નવસારીના કોથમડીમાં ત્રણ દીપડાના બચ્ચા દેખાયા:મોડી રાત્રે લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ હરકતમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment