Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ સન્માનિત

    1 day ago

    ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ અને IAS નેહા બ્યાડવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને મીલેટ્સ કીટ આપી સન્માનિત કરાયા હતા. IAS નેહા બ્યાડવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 8 માર્ચે ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહી છે. આ પ્રસંગે મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. જેમાં 11 દીકરીઓને 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ, 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃલગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું પણ સન્માન કરાયું હતું. ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડના મહિલા પોલીસ અધિકારી, સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયત નેતૃત્વ માટે રશીલા સુનીલભાઈ વસાવા તેમજ આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી માટે વૈશાલી મેહુલકુમાર પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાઈફલ શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને સાઈલિંગ જેવી રમતગમત પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    3 કંપની ને એલોવેરા પાવડરના નામે મોતનો ખેલ:એનેસ્થેસિયા પાવડરનું નશા માટે વેચાણ, 3 સુરતી યુવકે કસ્ટમને થાપ આપી 125 કિલો જથ્થો એક્સપોર્ટ કર્યો; વોટ્સએપ ચેટમાં ખુલાસા
    Next Article
    એલોવેરા પાવડરના બહાને 'સ્પેસ ઓઈલ'નો કાળો કારોબાર:ગુજરાત ATSએ સુરતથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી; 100 કિલો ડ્રગ્સ થાઇલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં મોકલ્યાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment