Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નારી સશક્તિકરણ પર ભાર, સિદ્ધિવાન મહિલાઓનું સન્માન કરાયું

    3 days ago

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. 8 માર્ચના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીતે ઉપસ્થિત મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમના સશક્તિકરણ વગર સમાજનો વિકાસ શક્ય નથી. તેમણે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “એક પુરુષને ભણાવીએ તો માત્ર એક વ્યક્તિ ભણે છે, પરંતુ એક સ્ત્રીને ભણાવીએ ત્યારે સમગ્ર કુટુંબ ભણે છે.” તેમણે સમાજના વિકાસ માટે મહિલા શિક્ષણની અત્યંત આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલે દીકરીઓ અને મહિલાઓને મોટિવેશન તથા કરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. “એક સ્ત્રી બે કુળને તારે છે” એવો સંદેશ આપતા તેમણે નારી શક્તિનું સન્માન અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ તથા તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેષભાઈ ઉપાધ્યાય, વ્યારા પ્રાંત સંદીપ ગાયકવાડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સુલોચના પટેલ સહિત મહિલા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    તારાપુરના રીંઝામાં નકલી ડોક્ટર ઝડપાયો:પશ્ચિમ બંગાળનો શખસ ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો
    Next Article
    નવસારીમાં માર્ચમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો:પારો 41 ડિગ્રીને પાર, કેરીના પાકને 80% નુકસાનની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment