Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારાપુરના રીંઝામાં નકલી ડોક્ટર ઝડપાયો:પશ્ચિમ બંગાળનો શખસ ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો

    3 days ago

    તારાપુર તાલુકાના રીંઝા ગામેથી ડિગ્રી વગરના એક નકલી ડોક્ટરને એસઓજી પોલીસ અને ખડા પીએચસીની મેડિકલ ટીમે ઝડપી પાડ્યો છે. આ શખ્સ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસે તેની પાસેથી મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, તારાપુર તાલુકાના રીંઝા ગામના મહાદેવ ફળિયામાં ગેરકાયદેસર દવાખાનું ચાલતું હોવાની જાણ થઈ હતી. આ માહિતીના આધારે, પોલીસે ખડા પીએચસીની મેડિકલ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, એક વ્યક્તિ દર્દીઓને એલોપેથી સારવાર આપતો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ શખ્સે પોતાનું નામ મિલટોન ઉર્ફે મિલન સુભાષભાઈ સાધુ જણાવ્યું હતું, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેની પાસે ડોક્ટરની કોઈ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે સ્થળ પરથી દર્દીઓની તપાસ માટેના મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શનો સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવટી ડોક્ટર મિલટોન ઉર્ફે મિલન સાધુ વિરુદ્ધ ગુજરાત મેડિસિન એક્ટની સંબંધિત કલમો હેઠળ તારાપુર પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખામેનીની તસવીર લઈને રસ્તાઓ પર રડતી મહિલાઓ:બે વર્ષની બાળકીના જનાજામાં હજારો લોકો પહોંચ્યા; યુદ્ધની ભયાવહતા દર્શાવતાં PHOTOS-VIDEO
    Next Article
    વ્યારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નારી સશક્તિકરણ પર ભાર, સિદ્ધિવાન મહિલાઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment