Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં માર્ચમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો:પારો 41 ડિગ્રીને પાર, કેરીના પાકને 80% નુકસાનની ભીતિ

    3 days ago

    નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. પ્રથમ વખત તાપમાનનો પારો 41.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમીના કારણે 'ડબલ સીઝન'નો અનુભવ થઈ રહ્યો છે, જેની સીધી અસર ખેતી અને ખાસ કરીને કેરીના પાક પર જોવા મળી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ના હવામાન વિભાગના આંકડા મુજબ, આજે મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગરમીની શરૂઆતમાં જ પારો 40 ડિગ્રીને પાર કરી જતાં શહેરીજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. બપોરના સમયે આકરા તાપને કારણે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના લીધે માર્ગો પર નીરવ શાંતિ જોવા મળી હતી. હજી એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા અન્ય આંકડા મુજબ, સવારે ભેજનું પ્રમાણ 91% અને સાંજે 16% હતું, જ્યારે પવનની ગતિ ઉત્તર-પૂર્વ દિશામાંથી 3.2 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલના જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ પડેલા ઝાકળને કારણે આંબાના પાકમાં ફૂગનું નિર્માણ થયું હતું. હવે અચાનક તાપમાન 41 ડિગ્રી પર પહોંચતા કેરીના અપરિપક્વ અને પરિપક્વ બંને પ્રકારના ફળને નુકસાન થવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, જો આ પ્રકારનું વિપરીત વાતાવરણ યથાવત રહેશે, તો આ વર્ષે માર્કેટમાં કેરીની આવક પર માઠી અસર પડશે. ગરમી અને રોગચાળાને કારણે અંદાજે 80 ટકા જેટલી કેરી ખરી પડવાની (ઠળવાવાની) સંભાવના છે, જેના કારણે બાગાયતદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નારી સશક્તિકરણ પર ભાર, સિદ્ધિવાન મહિલાઓનું સન્માન કરાયું
    Next Article
    ભાવનગર પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી:11 દિવસમાં બીજી વાર ધમકીથી ભયનો માહોલ, લોકોને સલામત રીતે બહાર કાઢાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment