Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં પોષણ જાગૃતિ માટે ડિજિટલ બુકલેટ લોન્ચ:કલેક્ટર મિહિર પટેલે ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’ વાનગી બુકલેટનું અનાવરણ કર્યું

    1 day ago

    બનાસકાંઠા જિલ્લામાં પોષણ જાગૃતિ વધારવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ‘પોષણ શક્તિ – ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ’ નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ બુકલેટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. આ ડિજિટલ બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોને મળતા ‘ટેક હોમ રાશન’ તથા ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) નો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે સરળતાથી બનાવી શકાય તેવી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ્ય કિશોરીઓ, બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓના પોષણમાં સુધારો લાવવાનો અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, પોષણ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આવી પહેલ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ‘શ્રી અન્ન’ અને ‘ટેક હોમ રાશન’નો યોગ્ય ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાથી કિશોરીઓ, બાળકો અને માતાઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો શક્ય બનશે. આ બુકલેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં જિલ્લાના આંગણવાડી કાર્યકરો દ્વારા સ્થાનિક સ્તરે બનાવાતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ ડિજિટલ બુકલેટ આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ માટે એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગી બનશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે તમામ આંગણવાડી કાર્યકરો, કર્મચારીઓ, લાભાર્થીઓ અને નાગરિકોને આ ડિજિટલ બુકલેટનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા વિનંતી કરી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી તેની માહિતી પહોંચી શકે.
    Click here to Read More
    Previous Article
    'એવો પ્રેમ શોધો, જે તમને આઝાદ કરી દે':લગ્ન બાદ રશ્મિકા મંદાનાએ સાચા પ્રેમનો અર્થ સમજાવ્યો; ચાહકની પોસ્ટ જોઈ એક્ટ્રેસ ભાવુક થઈ ગઈ
    Next Article
    ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીત રેલવેને ફળી:સ્પેશિયલ ટ્રેનથી 70 લાખની આવક, પાંચ સ્પેશિયલ ટ્રેનોમાં 5318 ક્રિકેટપ્રેમીઓની મુસાફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment