Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એવો પ્રેમ શોધો, જે તમને આઝાદ કરી દે':લગ્ન બાદ રશ્મિકા મંદાનાએ સાચા પ્રેમનો અર્થ સમજાવ્યો; ચાહકની પોસ્ટ જોઈ એક્ટ્રેસ ભાવુક થઈ ગઈ

    1 day ago

    બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાએ થોડા દિવસ પહેલા લગ્ન કર્યાં છે. બંનેના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો બંનેને હજુ સુધી અભિનંદન પાઠવી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક ખાસ મેસેજ વાંચીને રશ્મિકા ભાવુક થઈ ગઈ હતી. આ મેસેજ રશ્મિકા અને વિજયના પ્રેમ પર લખવામાં આવ્યો હતો. 'મને મારું અસ્તિત્વ મળી ગયું છે' રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ મેસેજે તેને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરી છે. તેણે ફેન્સને સલાહ પણ આપી કે, 'જીવનમાં એવો પ્રેમ શોધો, જે તમને આઝાદ કરી દે.' ચાહકોએ કપલના પ્રેમને મિસાલ ગણાવ્યો 9 માર્ચે એક ચાહકે વિજય અને રશ્મિકાના લગ્નની તસવીરો શેર કરતા તેમને આ 'સ્વાર્થી યુગ'માં સાચા પ્રેમની મિસાલ ગણાવ્યા હતા. નોટમાં લખ્યું હતું કે રશ્મિકા જે રીતે વિજયને જુએ છે, તે પ્રશંસા અને પ્રેમનો સૌથી પ્રામાણિક પુરાવો છે. આ વાંચીને રશ્મિકા પોતાને રોકી શકી નહીં અને સ્વીકાર્યું કે, લાંબા સમય પછી કોઈ વાતથી તે આટલી ભાવુક થઈ છે. રશ્મિકા બોલી- 'પ્રેમ આઝાદ કરનારો હોવો જોઈએ' એક્ટ્રેસે ભાવુક થઈને લખ્યું, 'મારા વિશે લખાયેલી કોઈ પણ વાતથી મને લાંબા સમય પછી આટલી અસર થઈ નથી. હું ઘણું બધું કહેવા માંગુ છું પણ શબ્દો ઓછા પડી રહ્યા છે. હું મારું અસ્તિત્વ શોધી રહી છું અને આ સફર માટે આભારી છું.' 'પ્રેમ વિશે બસ એટલું જ કહીશ કે એ પ્રેમ શોધો, જે તમને આઝાદ કરી દે.' એક્ટ્રેસે તે યુઝરનો આભાર પણ માન્યો, જેણે તેના અને વિજયના સંબંધોના ઊંડાણને આટલી સુંદરતાથી ઓળખી. ઉદયપુરમાં થયા હતા શાહી લગ્ન રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરી 2026ના રોજ ઉદયપુરની લક્ઝરી હોટેલ ITC મેમેન્ટોસમાં લગ્ન કર્યાં હતાં. આ ઇન્ટિમેટ સેરેમનીમાં માત્ર પરિવાર અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા. લગ્નમાં બે સંસ્કૃતિઓનો સંગમ જોવા મળ્યો- વિજયની તેલુગુ વિધિઓ અને રશ્મિકાની કોડાવા (કૂર્ગી) પરંપરા. આ પછી 4 માર્ચે હૈદરાબાદમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું, જેમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સ અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ પણ પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડ ETFમાં રોકાણ 78% ઘટ્યું:ફેબ્રુઆરીમાં માત્ર ₹5,255 કરોડનું રોકાણ થયું, જાન્યુઆરીમાં રેકોર્ડ ₹24 હજાર કરોડ રહ્યું હતું
    Next Article
    બનાસકાંઠામાં પોષણ જાગૃતિ માટે ડિજિટલ બુકલેટ લોન્ચ:કલેક્ટર મિહિર પટેલે ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’ વાનગી બુકલેટનું અનાવરણ કર્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment