Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડ ETFમાં રોકાણ 78% ઘટ્યું:ફેબ્રુઆરીમાં માત્ર ₹5,255 કરોડનું રોકાણ થયું, જાન્યુઆરીમાં રેકોર્ડ ₹24 હજાર કરોડ રહ્યું હતું

    1 day ago

    ફેબ્રુઆરી મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETFs) માં રોકાણકારોની રુચિ ઓછી થઈ છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના તાજા આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરી 2026 માં ગોલ્ડ ઈટીએફમાં આશરે 5,255 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. આ જાન્યુઆરીની સરખામણીમાં ઘણું ઓછું છે. જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં 24,039.96 કરોડ રૂપિયાનું રેકોર્ડ રોકાણ જોવા મળ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરીમાં ભારે ખરીદી પછી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં થોડો વિરામ લીધો છે. આ રોકાણમાં કોઈ ઘટાડો નથી, પરંતુ એક 'નોર્મલાઇઝેશન' એટલે કે સામાન્ય પ્રક્રિયા છે. જાન્યુઆરીમાં બન્યો હતો રેકોર્ડ, ઇક્વિટીની નજીક પહોંચ્યું હતું ગોલ્ડ વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. તે દરમિયાન સોનામાં રોકાણ લગભગ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (શેરબજાર આધારિત ફંડ) ની બરાબર પહોંચી ગયું હતું. દુનિયાભરમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને શેરબજારમાં ઉતાર-ચઢાવને કારણે રોકાણકારોએ સોનાને એક સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે પસંદ કર્યું હતું. ફેબ્રુઆરીમાં આવેલી આ કમીને બજારના જાણકારો એક સ્વાભાવિક ઠહેરાવ માની રહ્યા છે. પેસિવ ફંડ્સમાં કુલ ₹13,879 કરોડનું રોકાણ થયું ઇન્ડેક્સ ફંડ્સ અને વિદેશી ફંડ્સની સ્થિતિ ફેબ્રુઆરીમાં રોકાણકારોએ રોકાણ ઓછું કેમ કર્યું? બજારના જાણકારો અનુસાર, ફેબ્રુઆરીમાં રોકાણ ઘટવાનું મુખ્ય કારણ સોનાની કિંમતોમાં સ્થિરતા અથવા નજીવો ફેરફાર હોઈ શકે છે. જ્યારે કિંમતો ખૂબ વધી જાય છે અથવા રોકાણકારો પહેલેથી જ મોટી માત્રામાં સોનું ખરીદી ચૂક્યા હોય છે, ત્યારે તેઓ નવી ખરીદી માટે યોગ્ય તકની રાહ જુએ છે. આ ઉપરાંત, શેરબજારમાં કેટલાક પસંદગીના સેક્ટરમાં આવેલી રિકવરીએ પણ રોકાણકારોનું ધ્યાન સોના પરથી હટાવીને ફરી ઇક્વિટી તરફ ખેંચ્યું છે. શું હોય છે ગોલ્ડ ETF? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સોનાના ઘટતા-વધતા ભાવો પર આધારિત હોય છે. એક ગોલ્ડ ETF યુનિટનો અર્થ છે કે 1 ગ્રામ સોનું. તે પણ સંપૂર્ણપણે શુદ્ધ. ગોલ્ડ ETFsની ખરીદ-વેચાણ શેરની જેમ જ BSE અને NSE પર કરી શકાય છે. જોકે, આમાં તમને સોનું મળતું નથી. તમે જ્યારે તેમાંથી બહાર નીકળવા માંગો ત્યારે તમને તે સમયના સોનાના ભાવ બરાબર પૈસા મળી જશે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે: ઓછી માત્રામાં પણ સોનું ખરીદી શકાય છેઃETF દ્વારા સોનું યૂનિટ્સમાં ખરીદવામાં આવે છે, જ્યાં એક યૂનિટ એક ગ્રામનું હોય છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવું સરળ બને છે. ફિઝિકલ ગોલ્ડ સામાન્ય રીતે તોલા (10 ગ્રામ)ના ભાવે વેચાય છે. ઝવેરી પાસેથી ખરીદતી વખતે ઘણી વાર ઓછી માત્રામાં સોનું ખરીદવું શક્ય નથી. શુદ્ધ સોનું મળે છેઃ ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે. જ્વેલરી મેકિંગ ચાર્જ નથી આવતોઃ ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછું બ્રોકરેજ લાગે છે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. આ એ 8%થી 30% મેકિંગ ચાર્જિસની તુલનામાં કંઇ જ નથી, જે સિક્કા અથવા બાર ખરીદવા પર જ્વેલર અને બેંકને આપવો પડે છે. સોનું સુરક્ષિત રહે છેઃ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ ડીમેટ ખાતામાં હોય છે, જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ચૂકવવાનો રહે છે. તે ઉપરાંત ચોરી થવાનો ડર નથી રહેતો. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં ચોરીના જોખમ સિવાય તેની સુરક્ષામાં પણ ખર્ચ કરવો પડે છે. વેપારમાં સરળતા: ગોલ્ડ ETFને કોઈપણ મુશ્કેલી વગર તરત ખરીદી અને વેચી શકાય છે. તે ETFનો એક ઉચ્ચ લિક્વિડ ભાગ આપે છે. ગોલ્ડ ETFનો લોન લેવા માટે સિક્યોરિટી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. કેવી રીતે રોકાણ કરી શકાય? ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપબલ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ થઈ જશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી તમારા ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા દ્વારા જ ગોલ્ડ ETFનું વેચાણ કરી શકાય છે. સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક નિષ્ણાતોના મતે, ભલે તમને સોનામાં રોકાણ કરવું ગમતું હોય, તો પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ જ કરવું જોઈએ. કુલ પોર્ટફોલિયોનો માત્ર 10 થી 15% જ સોનામાં રોકાણ કરવો જોઈએ. કોઈપણ સંકટના સમયમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે, પરંતુ લાંબા ગાળે તે તમારા પોર્ટફોલિયોના રિટર્નને ઘટાડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મેથ્યુ હેડન ગુજરાત ટાઇટન્સના નવા બેટિંગ કોચ બન્યા:ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર 2026 સીઝન માટે ટીમ સાથે જોડાયા, મેથ્યુ વેડ બહાર થવાની શક્યતા
    Next Article
    'એવો પ્રેમ શોધો, જે તમને આઝાદ કરી દે':લગ્ન બાદ રશ્મિકા મંદાનાએ સાચા પ્રેમનો અર્થ સમજાવ્યો; ચાહકની પોસ્ટ જોઈ એક્ટ્રેસ ભાવુક થઈ ગઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment