Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીત રેલવેને ફળી:સ્પેશિયલ ટ્રેનથી 70 લાખની આવક, પાંચ સ્પેશિયલ ટ્રેનોમાં 5318 ક્રિકેટપ્રેમીઓની મુસાફરી

    1 day ago

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ જંગનો રોમાંચ માત્ર મેદાન પર જ નહીં, પણ પાટા પર દોડતી ટ્રેનોમાં પણ જોવા મળ્યો હતો. મુંબઈ અને પુણેથી અમદાવાદ પહોંચવા માટે ક્રિકેટ ચાહકોએ રેલવેને પ્રાધાન્ય આપતા પશ્ચિમ અને મધ્ય રેલવેની તિજોરી છલકાઈ ગઈ છે. માત્ર બે દિવસમાં દોડાવવામાં આવેલી 5 વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેનો દ્વારા રેલવેએ અંદાજે રૂપિયા 70 લાખની મબલખ આવક મેળવી છે. આ સ્પેશિયલ ટ્રેનોમાં કુલ 5318 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં સુરતથી બોર્ડિંગ કરનારા 700 જેટલા ક્રિકેટ રસિકોનો પણ સમાવેશ થાય છે. રેલવે પ્રશાસન દ્વારા ફાઈનલ મેચના પ્રેક્ષકોની ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ બાંદ્રા ટર્મિનસ, સીએસએમટી ટ્રેનોનું કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી બે અને બાંદ્રાથી એક ટ્રેન દોડાવી હતી, જેમાંથી રૂપિયા ૫૨.૭૪ લાખની આવક થઈ હતી. મધ્ય રેલવે દ્વારા CSMT અને પુણેથી વાયા સુરત થઈને દોડાવવામાં આવેલી બે ટ્રેનો દ્વારા રૂપિયા 16.78 લાખની આવક થઈ હતી. આમ, તમામ ટ્રેનો 100 ટકા ક્ષમતા સાથે એટલે કે 'હાઉસફુલ' દોડી હતી. આ સ્પેશિયલ ટ્રેનો ગત 7 અને 8 માર્ચના રોજ દોડાવવામાં આવી હતી. 8 માર્ચે ફાઈનલના દિવસે સવારે મુંબઈ સેન્ટ્રલથી ઉપડેલી ટ્રેનમાં સૌથી વધુ 1454 મુસાફરો નોંધાયા હતા. 7 માર્ચના રોજ વિવિધ સ્ટેશનોથી અમદાવાદ પહોંચવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. સુરત સ્ટેશન પણ આ કમાણીનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું હતું, કારણ કે દક્ષિણ ગુજરાતના ક્રિકેટ ચાહકોએ આ ટ્રેનોમાં અગાઉથી જ બુકિંગ કરાવી લીધું હતું. સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી આ પાંચેય ટ્રેનોમાં સુરતીઓનો દબદબો જોવા મળ્યો હતો. સુરતથી અંદાજે 700 જેટલા મુસાફરો આ સ્પેશિયલ ટ્રેનોમાં સવાર થઈ અમદાવાદ મેચ જોવા પહોંચ્યા હતા. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટૂંકા ગાળાની નોટિસ પર ચલાવવામાં આવેલી આ ટ્રેનોને મુસાફરોની અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં પોષણ જાગૃતિ માટે ડિજિટલ બુકલેટ લોન્ચ:કલેક્ટર મિહિર પટેલે ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’ વાનગી બુકલેટનું અનાવરણ કર્યું
    Next Article
    સંજીવકુમાર ઓડિટોરિયમને 23 કરોડના ખર્ચે રિનોવેટ કરાશે:11 વર્ષ પહેલાં 20 કરોડમાં બન્યું હતું, સોના કરતા ઘડામણ મોંધુ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment