Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજીવકુમાર ઓડિટોરિયમને 23 કરોડના ખર્ચે રિનોવેટ કરાશે:11 વર્ષ પહેલાં 20 કરોડમાં બન્યું હતું, સોના કરતા ઘડામણ મોંધુ!

    1 day ago

    ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત માત્ર વેપાર જ નહીં, પણ કલા અને સંસ્કૃતિ માટે પણ જાણીતું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલું અને શહેરની શાન ગણાતું સંજીવકુમાર ઓડિટોરિયમ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ આધુનિક ઓડિટોરિયમના રિનોવેશન માટે 23.41 કરોડની સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ ઓડિટોરિયમ 2014મા 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, હવે 23.41 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવશે. શા માટે રિનોવેશનની જરૂર પડી? છેલ્લા કેટલાક સમયથી આ ભવનની હાલત ચિંતાજનક બની હતી. પાલિકાના સત્તાવાર દસ્તાવેજો મુજબ, 17 નવેમ્બર, 2024ના રોજ પ્રેક્ષાગૃહના પાછળના ભાગની ફોલ્સ સીલિંગ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારબાદ 10 માર્ચ, 2025ના રોજ સ્ટેજ પાસે છતની ગ્લાસવૂલની સીટો પણ નીચે પડી હતી. આ ઉપરાંત, ટેરેસ પરના પતરામાં કાણાં પડી જવાથી ચોમાસા દરમિયાન પાણીનું લીકેજ થતું હતું, જેના કારણે સીલિંગ અને ફર્નિચરને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કન્સલ્ટન્ટ શ્રી વી-ક્રિએટ દ્વારા આખું ઓડિટોરિયમ નવેસરથી તૈયાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સિવિલ વર્ક માટે સૌથી વધુ 7.09 કરોડનો ખર્ચ કરાશે નવી દરખાસ્ત મુજબના ખર્ચની વિગતો જોઈએ તો, સૌથી વધુ રકમ સિવિલ વર્ક માટે 7.09 કરોડ ફાળવવામાં આવી છે, જ્યારે ઇન્ટિરિયર વર્ક માટે 5.07 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. પ્રેક્ષકોની સુવિધા માટે નવી ખુરશી નાખવા પાછળ 83.80 લાખ અને સમગ્ર ભવનને ઠંડુ રાખતી એચવીએસી (એસી) સિસ્ટમ પાછળ 1.33 કરોડ ખર્ચવામાં આવશે. આ ઉપરાંત, સ્ટેજ લાઈટિંગ માટે 86.69 લાખ, સ્ટેજ ડ્રેપરી માટે 46.90 લાખ અને અત્યાધુનિક ઓડિયો સિસ્ટમ માટે 37.10 લાખની ફાળવણી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 22.59 લાખની નવી ફાયર સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ કામો માટે 77.88 લાખનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. ઓડિટોરિયમનું ઉદ્ઘાટન 2014ના મોદી હસ્તે કરાયું હતું સુરતના વતની અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સ્વ. સંજીવકુમારની યાદમાં બનેલા આ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી, 2014ના રોજ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભવન લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આશરે 20 કરોડના ખર્ચે નિર્મિત આ ઓડિટોરિયમ તે સમયે દક્ષિણ ગુજરાતના સૌથી આધુનિક નાટ્યગૃહોમાંનું એક હતું. સંજીવ કુમાર ઓડિટોરિયમ 20 કરોડના ખર્ચે તૈયાર થયું હતું અને હવે 11 વર્ષ બાદ 23.41 કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવશે. રિનોવેશનમાં અનેક સુવિધાનો વધારો કરવામાં આવશે અને અધતન સુવિધાનો લાભ લોકો લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીત રેલવેને ફળી:સ્પેશિયલ ટ્રેનથી 70 લાખની આવક, પાંચ સ્પેશિયલ ટ્રેનોમાં 5318 ક્રિકેટપ્રેમીઓની મુસાફરી
    Next Article
    રાજકોટ મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું:ફ્લાવર બેડના દંડના હપ્તા માટે અરજન્ટ દરખાસ્ત લવાતા વિપક્ષનો હોબાળો, 10 મિનિટમાં જ ધડાધડ 14 દરખાસ્તો મંજૂર કરી દેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment