Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજનીતિનો અર્થ સત્તા નહીં પરંતુ પવિત્ર જવાબદારી:જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીનું વડોદરામાં આગમન, કહ્યું- આદર્શ સમાજ માટે ચોક્કસ ગુણો અનિવાર્ય

    1 day ago

    જગન્નાથ પુરીના ગોવર્ધન મઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ વડોદરા ખાતે એક ગોષ્ઠિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેઓ ગોવર્ધન મઠના 145માં શંકરાચાર્ય છે અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. જગદગુરુ નિશ્ચલાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ, ગણિત અને આધ્યાત્મિકતા પર હવે 160થી વધુ પુસ્તકો લખી છે. સનાતન સંસ્કૃતિની સુરક્ષા અને રાષ્ટ્રની એકતાનો ઉદ્દેશ્ય તેઓ આદિત્ય વાહની અને આનંદ વાહની જેવી સંસ્થાની સ્થાપના પણ કરે છે. રાજનીતિ માટે 'રાજધર્મ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો વૈદિક પરંપરામાં રાજનીતિનો અર્થ માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ તે એક ગહન અને પવિત્ર જવાબદારી છે. જગદગુરુ શંકરાચાર્યએ જણાવ્યું કે, રાજનીતિ માટે 'રાજધર્મ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના મતે રાજનીતિ, રાજધર્મ, દંડનીતિ, અર્થનીતિ અને ક્ષાત્રધર્મ આ પાંચેય શબ્દો એકબીજાના પર્યાય છે અને એક જ ઉમદા હેતુને દર્શાવે છે. ક્ષાત્રધર્મ એટલે કે ક્ષત્રિયોનો ધર્મ, જે રક્ષણ અને ન્યાય પર આધારિત છે. એક આદર્શ સમાજની સંરચના માટે વ્યક્તિઓમાં ચોક્કસ ગુણો હોવા અનિવાર્ય છે. સમાજ સુસંસ્કૃત, સુશિક્ષિત અને સ્વસ્થ હોવા જોઈએ વૈદિક સિદ્ધાંતો મુજબ રાજનીતિની વ્યાખ્યા ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે સમાજના લોકો સુસંસ્કૃત, સુશિક્ષિત, સુરક્ષિત, સંપન્ન, સેવા પરાયણ અને સ્વસ્થ હોય. આવા સદગુણો ધરાવતી વ્યક્તિઓથી બનેલા સમાજ દ્વારા જ સાચી રાજનીતિ પ્રસ્થાપિત થઈ શકે છે. વર્તમાન સમયમાં રાજનીતિ જે દિશામાં જઈ રહી છે તે અંગે તેઓએ જણાવ્યું કે, આજની રાજનીતિ આ પવિત્ર જો શાસકો અને પ્રજા આ વૈદિક મૂલ્યોને અનુસરે, તો જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય છે. રાજનીતિનો મૂળ ઉદ્દેશ્ય સત્તા નહીં પણ સેવા અને ધર્મનું સ્થાપન હોવું જોઈએ. ગૌરક્ષા અને આધુનિક ખેતી અંગે ગંભીર ચિંતા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ ગૌરક્ષા અને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌરક્ષાના મુદ્દે આપણે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. પ્રાચીન સમયમાં બળદગાડા અને હળ ખેતીના મુખ્ય સાધનો હતા, પરંતુ આધુનિક યુગમાં બળદગાડાનો યુગ લગભગ સમાપ્ત થઈ ગયો છે અને ખેતીમાં પણ ટ્રેક્ટર જેવા મશીનોનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે બળદોની ઉપયોગિતા ઘટી રહી છે. 'માત્ર પ્રયત્નો કરવાથી ગાયોનું રક્ષણ કરવું મુશ્કેલ' તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે કોઈ પ્રજાતિની ઉપયોગિતા મશીનો દ્વારા છીનવી લેવામાં આવે છે, ત્યારે તે પ્રજાતિમાં વિકૃતિ આવે છે અથવા તે લુપ્ત થવા લાગે છે. જો આપણે સનાતન સંસ્કૃતિ મુજબ ખેતી અને પરિવહનના સાધનો અપનાવીશું, તો જ ગાયો અને બળદોનું સંપૂર્ણ રક્ષણ શક્ય બનશે. માત્ર પ્રયત્નો કરવાથી ગાયોનું રક્ષણ કરવું મુશ્કેલ છે, પરંતુ જો તેમને ફરીથી વ્યવહારિક જીવનમાં જોડવામાં આવે, તો તે સાચા અર્થમાં ગૌસેવા ગણાશે.
    Click here to Read More
    Previous Article
    3 કંપની ને એલોવેરા પાવડરના નામે કાળો કારોબાર:એનેસ્થેસિયા પાવડરનું નશા માટે વેચાણ, સુરતના ત્રણ યુવકે કસ્ટમને ગોથે ચડાવીને 125 કિલો જથ્થો એક્સપોર્ટ કર્યો; વોટ્સએપ ચેટમાં ખુલાસા
    Next Article
    પાટણમાં સર્વાઇકલ કેન્સર સામે HPV રસીકરણ ઝુંબેશ શરૂ:14-15 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક રસી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment