Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સર્વાઇકલ કેન્સર સામે HPV રસીકરણ ઝુંબેશ શરૂ:14-15 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક રસી અપાશે

    1 day ago

    ભારત સરકાર અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ, ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ને નાબૂદ કરવાના હેતુથી દેશભરમાં HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પાટણ જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન આગામી ત્રણ મહિના, એટલે કે માર્ચ, એપ્રિલ અને મે, સુધી સતત ચાલશે. ત્યારબાદ, દર બુધવારે મમતા દિવસ (રૂટિન રસીકરણ) દરમિયાન આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે. આ રસી WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રમાણિત સિંગલ ડોઝ અને ક્વાડ્રિવેલેન્ટ છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે. જે દીકરીઓનો જન્મ 01-01-2011 થી 29-02-2012 ની વચ્ચે થયો હોય (અંદાજે 14 થી 15 વર્ષની વયજૂથ) તેઓ આ રસી મેળવવા પાત્ર છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિવ્યેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમે છે અને આ રસી દીકરીઓ માટે સુરક્ષા કવચ સમાન છે. પાટણ શહેરના રહીશો સિવિલ હોસ્પિટલ, બગવાડા દરવાજા ખાતે આ સેવાનો લાભ મેળવી શકે છે. આ લોન્ચિંગ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, CDMO ડૉ. પ્રીતિબેન સોની, સિવિલ હોસ્પિટલના AHA ડૉ. હિમાંશુ દવે સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજનીતિનો અર્થ સત્તા નહીં પરંતુ પવિત્ર જવાબદારી:જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીનું વડોદરામાં આગમન, કહ્યું- આદર્શ સમાજ માટે ચોક્કસ ગુણો અનિવાર્ય
    Next Article
    ‘ગલ્ફ વોર’નું ગ્રહણ, ઉદ્યોગોને બચાવવા પેન્ડિંગ સબસિડી રિલીઝ કરવા માગ:સુરતમાં અધધ 22,400 ફાઈલો પ્રોસેસમાં અટકી, 4000 કરોડની સબસીડી વગર ઉદ્યોગો-MSME સેક્ટર મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment