Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગલ્ફ વોર’નું ગ્રહણ, ઉદ્યોગોને બચાવવા પેન્ડિંગ સબસિડી રિલીઝ કરવા માગ:સુરતમાં અધધ 22,400 ફાઈલો પ્રોસેસમાં અટકી, 4000 કરોડની સબસીડી વગર ઉદ્યોગો-MSME સેક્ટર મુશ્કેલીમાં

    1 day ago

    ગલ્ફ યુદ્ધના કારણે નિકાસમાં લાગેલા ફટકા વચ્ચે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે 'કોઢમાં ખાજ' જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઓર્ડર અને પેમેન્ટ અટવાયા છે, તો બીજી તરફ રાજ્ય સરકારની વિવિધ સ્કીમો હેઠળની 22,400 જેટલી ફાઈલો અને ક્લેમ્સ સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ ફાઈલો ક્લિયર ન થતા ઉદ્યોગકારોના રૂ. 4,000 કરોડ સરકાર પાસે જમા પડ્યા છે. SGCCI દ્વારા આ આંકડાકીય માયાજાળ સામે લાલબત્તી ધરીને તાત્કાલિક પેમેન્ટ રીલીઝ કરવાની માગ કરવામાં આવી છે. એક્સપોર્ટ સાયકલ ખોરવાતા લિક્વિડિટી ક્રંચ ગલ્ફમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે રેડ-સી (લાલ સમુદ્ર) મારફતે થતો વેપાર ઠપ્પ થયો છે. સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ સેક્ટરના સેંકડો કન્ટેનરો અત્યારે મધદરિયે અટવાયેલા છે. SGCCI પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, માલ અટકવાથી પેમેન્ટ સાયકલ પૂરી થતી નથી. ઉદ્યોગકારો પાસે રોકડની ભારે તંગી છે, જેના કારણે ઉત્પાદન અને કામદારોના પગાર પર સીધી અસર પડી રહી છે." 4000 કરોડની સબસિડી રિલિઝ કરવાની પ્રબળ માગ જ્યારે આર્થિક મંદીનો માહોલ હોય ત્યારે સરકારની સબસીડી ઉદ્યોગો માટે 'બૂસ્ટર ડોઝ' સાબિત થતી હોય છે. જોકે, દક્ષિણ ગુજરાતના કિસ્સામાં ઉલટું થઈ રહ્યું છે. અલગ-અલગ ત્રણ મુખ્ય પોલિસીઓ હેઠળ ઉદ્યોગકારોના હક્કના કરોડો રૂપિયા સરકારી ફાઈલોમાં કેદ છે. જો 31 માર્ચ પહેલા આ નાણાં છૂટા કરવામાં આવે, તો જ ઉદ્યોગો આ કપરા કાળમાં ટકી શકશે. નવી નીતિમાં શરૂઆતથી જ 5,400 ફાઈલો પેન્ડિંગ સરકારે હજુ હમણાં જ જાહેર કરેલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ધીમી ગતિને કારણે અંદાજે 5,400 જેટલી ફાઈલો અત્યારે સેન્ક્શન થવાની રાહ જોઈ રહી છે. આના કારણે દક્ષિણ ગુજરાતના 1,500 જેટલા યુનિટ્સ આર્થિક ભીંસમાં મુકાયા છે. આ સેક્ટરમાં અંદાજે રૂ. 1,000 કરોડની સબસિડી અટવાયેલી છે. MSME આત્મનિર્ભર પોલિસી 2022: 6,000 ફાઈલો પ્રોસેસિંગના ફાંસામાં નાના ઉદ્યોગો જે સુરતની આર્થિક શક્તિ છે, તેમને પ્રોત્સાહન આપવા માટેની આત્મનિર્ભર પોલિસીની સ્થિતિ વધુ દયનીય છે. ડેટા મુજબ, અત્યારે અંદાજે 6,000 જેટલી ફાઈલો પ્રોસેસિંગમાં પેન્ડિંગ છે.આ સેક્ટરના અંદાજે રૂ. 1,400 કરોડ સબસિડી પેટે બાકી છે.જો આ રકમ સમયસર નહીં મળે તો અનેક નાના એકમો કાયમ માટે બંધ થઈ શકે તેવી ભીતિ છે. 2019ના નાણાં પણ હજુ અદ્ધરતાલ ટેક્સટાઇલ પોલિસી 2019 જેનો સમયગાળો પૂરો થઈ ગયો છે, તેના લેણાં પણ હજુ પતાવવામાં આવ્યા નથી. આ પોલિસીની 3,000 ફાઈલો હજુ સેન્ક્શન થઈ નથી. આ ઉપરાંત 8,000 જેટલા સબસિડી ક્લેમ્સ હજુ ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે. આ જૂના હિસાબોની કુલ રકમ રૂ. 1,500 કરોડ જેટલી થવા જાય છે. નિયમોમાં થોડી ઉદારતા દાખવો, પ્રક્રિયા ફાસ્ટ-ટ્રેક કરોઃ SGCCI નિખિલ મદ્રાસીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારી પ્રક્રિયા તેની રીતે ચાલી રહી છે, પણ વર્તમાન યુદ્ધની સ્થિતિ અસાધારણ છે. જો સરકાર થોડી ઉદારતા દાખવીને ફાઈલોના નિકાલમાં ગતિ લાવશે, તો લિક્વિડિટીની કટોકટી હળવી થશે. ચેમ્બરે માગ કરી છે કે, ટેકનિકલ કારણોસર ફાઈલો અટકાવવાને બદલે તેને સુધારીને વહેલી તકે પેમેન્ટ કરવામાં આવે. હર્ષ સંઘવી-કનુ દેસાઈને રજૂઆત, ઉદ્યોગકારો ગાંધીનગર દોડશે આ આંકડાકીય ડેટા સાથે SGCCIએ રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈને વિગતવાર પત્ર લખ્યો છે. ઉદ્યોગકારોની એક જ માગ છે કે, માર્ચ એન્ડિંગ પહેલા આ કરોડો રૂપિયા રિલિઝ કરવામાં આવે. જો જરૂર પડશે તો ચેમ્બરનું પ્રતિનિધિમંડળ રૂબરૂ મળીને પણ આ ગંભીર સ્થિતિ અંગે વાકેફ કરશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સર્વાઇકલ કેન્સર સામે HPV રસીકરણ ઝુંબેશ શરૂ:14-15 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક રસી અપાશે
    Next Article
    Porbandar News | પોરબંદર કીર્તિ મંદિરમાં નવા શૌચાલય તો બન્યા પણ તાળા હજુ બંધ | Kirti Mandir| Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment