Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 કંપની ને એલોવેરા પાવડરના નામે કાળો કારોબાર:એનેસ્થેસિયા પાવડરનું નશા માટે વેચાણ, સુરતના ત્રણ યુવકે કસ્ટમને ગોથે ચડાવીને 125 કિલો જથ્થો એક્સપોર્ટ કર્યો; વોટ્સએપ ચેટમાં ખુલાસા

    1 day ago

    ગુજરાત ATS દ્વારા સુરતના ત્રણ યુવાનોની ધરપકડ સાથે એક આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ યુવકો એનેસ્થેસીયામાં વપરાતા 'એટોમીડેટ' નામના કેમિકલને એલોવેરા પાવડર અને અન્ય નામો હેઠળ વિદેશોમાં તસ્કરી કરતા હતાં. જેમાં ત્રણેય યુવકોએ મળીને કસ્ટમને ગોથે ચડાવીને 125 કિલો જથ્થો વિદેશમાં એક્સપોર્ટ કર્યો હતો. તેની અંદાજે કિંમત 6 કરોડની આસપાસ થાય છે. ATS દ્વારા જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોન્સમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં સાબિત થયું છે કે આ નેટવર્ક મલેશિયા અને થાઈલેન્ડના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. આરોપીઓ મુંબઈ એરપોર્ટના એર-કાર્ગો મારફતે પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતા હતાં. બે કંપની ને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતો કતારગામ વિસ્તારના રહેવાસી નિકુંજ હરેશભાઈ ગઢીયાની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેણે 'DWN બાયોસાયન્સ' અને 'ન્યુટ્રલ ફાર્મા' જેવી કંપનીઓ બનાવી હતી. ઇન્ડિયા માર્ટ પર રજીસ્ટ્રેશન કરાવી તે મલેશિયાના ગ્રાહકોના સંપર્કમાં આવ્યો હતો. આરોપી એટોમીડેટ પાવડરને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતો હતો. તેણે સ્વીકાર્યું છે કે અત્યાર સુધીમાં તેણે આશરે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર આ રીતે વિદેશ મોકલ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં થાય છે. ચેટમાં ખુલાસો, 4 કિલોના પાર્સલનું ટ્રેકિંગ નેટવર્ક નિકુંજ ગઢીયાના CMF by Nothing મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ 'TH ETM' નામથી સેવ થયેલા મલેશિયાના નંબર પર 4 કિલોના બોક્સનો ફોટો મોકલવામાં આવ્યો હતો. આ સાથે ટ્રેકિંગ નંબર 37301788425 પણ શેર કરાયો હતો. આ ચેટમાં 'Mr. Chua' નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, જે મલેશિયાના નાર્કો કાર્ટેલનો સભ્ય હોવાનું મનાય છે. આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ માત્ર માલ મોકલતા નહોતા, પરંતુ તેની ડિલિવરી સુધી સતત મોનિટરિંગ કરતા હતા. કસ્ટમની આંખમાં ઘૂળ નાખીને એલોવેરા પાવડરના નામે ડ્રગ ફેરાફેરી નિકુંજ ગઢીયાની બીજી એક ચેટમાં જાન્યુઆરી 2026 દરમિયાન કોઈ વિદેશી વ્યક્તિએ પૂછ્યું હતું કે, તમે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે કયા નામનો ઉપયોગ કરશો? સામે નિકુંજે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તે 'એલોવેરા પાવડર' નામનો ઉપયોગ કરશે. આરોપીએ એ પણ કબૂલાત કરી હતી કે તે રેગ્યુલરલી એલોવેરા અથવા કાર્બોમર પાવડરના નામે જ આ પ્રતિબંધિત ડ્રગ મોકલે છે. આ રીતે તે એરપોર્ટ પર રહેલી સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સના અધિકારીઓની આંખમાં ધૂળ નાખતો હતો. શ્રીલંકા અને મલેશિયામાં એક્સપોર્ટની ચેટમાં ખુલાસો ફેબ્રુઆરી 2026ની એક ચેટમાં નિકુંજને પૂછવામાં આવ્યું હતું કે શું તે મલેશિયા અને શ્રીલંકામાં પણ એટોમીડેટ મોકલી શકશે? નિકુંજે આત્મવિશ્વાસ સાથે 'હા' પાડી હતી. જ્યારે સામી વ્યક્તિએ પૂછ્યું કે પાર્સલ પર શું નામ લખશો, ત્યારે નિકુંજે જણાવ્યું કે, અમારી એક્સપોર્ટ ટીમ નક્કી કરશે. આ ચેટ સાબિત કરે છે કે આ કોઈ એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખી ટીમ બેકએન્ડમાં કામ કરી રહી હતી, જે ડોક્યુમેન્ટ્સ અને લેબલિંગનું સંચાલન કરતી હતી. ગાર્મેન્ટની ઓફિસની આડમાં ફાર્મા ટ્રેડિંગનો કાળો કારોબાર બીજો આરોપી ચેતન કનુભાઇ વાવડીયા, જે મોટા વરાછાનો રહેવાસી છે, તેની પાસેથી આઈફોન 16 પ્રો જપ્ત કરવામાં આવ્યો છે. તે 'રૂદ્ર એન્ટરપ્રાઇઝ' નામે ગાર્મેન્ટની ઓફિસ ચલાવતો હતો, જેની આડમાં તે ફાર્મા ટ્રેડિંગનું કામ કરતો હતો. તેની વોટ્સએપ ચેટમાં પણ વસ્તુનું નામ બદલીને કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવવાની વાતો સામે આવી છે. ચેતને પણ સેન્ચુરી ફાર્મામાંથી માલ ખરીદીને મલેશિયા મોકલ્યો હોવાની કબૂલાત કરી છે, જેમાં તે કિલો દીઠ 5000 યુએસ ડોલર વસૂલતો હતો. એટોમીડેટને 'ગીનોપોલ-24' પાવડર તરીકે મોકલતો ચેતન વાવડીયાના મોબાઈલમાંથી મળેલી 8 ફેબ્રઆરી, 2025ની ચેટમાં એક અમેરિકન નંબર (+1 628...) સાથેની વાતચીત મળી છે. જેમાં સામેવાળાએ પૂછ્યું હતું કે, તમે પેકેજ કેવી રીતે મોકલશો?, ચેતને જવાબ આપ્યો હતો કે અમે નામ ચેન્જ કરીને જ મોકલી આપીશું. ચેતન એટોમીડેટને 'ગીનોપોલ-24' (Gynopol-24) પાવડર તરીકે ઓળખાવતો હતો. અત્યાર સુધીમાં તેણે પણ 50 કિલો જેટલો પાવડર આ જ રીતે વિદેશી કાર્ટેલ્સને સપ્લાય કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. 'JTT THAILAND' નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લે અમરોલીના ભૌતિક દામજીભાઇ પદમાણી પાસેથી સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા જપ્ત કરાયો છે. તે 'જાની ફાર્મા'નો માલિક છે. તેની ચેટમાં 'JTT THAILAND' નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લે થયેલી છે. આ ચેટમાં ચોંકાવનારી વિગત એ છે કે થાઈલેન્ડ પોલીસના ઇન્વેસ્ટિગેશન યુનિટે તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ કેટલાક પાર્સલ સીઝ કર્યા હતાં, જેની જાણકારી ભૌતિકને વોટ્સએપ દ્વારા મળી ગઈ હતી. તાઈવાનમાં સ્મગલિંગની તૈયારીની ચેટમાં ખુલાસો ભૌતિક પદમાણીની વધુ એક ચેટમાં તાઈવાનના એક વ્યક્તિએ તેને ચેતવણી આપી હતી કે, આ પ્રોડક્ટ (એટોમીડેટ) તાઈવાનમાં ઈલીગલ છે, એટલે તેને અલગ રીતે મોકલવું પડશે. ભૌતિકે તરત જ સહમતી દર્શાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે અલગ નામથી જ માલ મોકલી આપશે. આ ગુનાહિત માનસિકતા દર્શાવે છે કે આરોપીઓ જાણતા હતા કે તેઓ જે પદાર્થ મોકલી રહ્યા છે તે અન્ય દેશોમાં પ્રતિબંધિત ડ્રગ્સની શ્રેણીમાં આવે છે. એટોમીડેટ શું છે? કેમ તેની તસ્કરી થાય છે? એટોમીડેટ એક એનેસ્થેટિક પદાર્થ (API) છે. જેનો ઉપયોગ ડોક્ટરો દર્દીને બેભાન કરવા માટે કરે છે. જોકે, તેનો દુરુપયોગ નશા માટે પણ થાય છે. થાઈલેન્ડમાં તેને 'સાયકોટ્રોપિક સબસ્ટન્સ' કેટેગરી-2માં રાખવામાં આવ્યું છે, જ્યારે મલેશિયામાં તેને 'પોઈઝન એક્ટ' હેઠળ ગ્રુપ-બીમાં મૂકવામાં આવ્યું છે. આ પદાર્થની વધુ માત્રા જીવલેણ બની શકે છે, તેથી જ આ દેશોમાં તેના વેચાણ અને આયાત પર કડક નિયંત્રણો છે, જેનો આ યુવકો ભંગ કરતા હતાં. મુંબઈ એરપોર્ટ પર એરામેક્ષ કુરીયરનું પાર્સલ જપ્ત ATSની તપાસ દરમિયાન મુંબઈના અંધેરી સ્થિત એરામેક્ષ કુરીયરની ઓફિસમાં નિકુંજ ગઢીયાએ મોકલેલું એક પાર્સલ હોલ્ડ કરવામાં આવ્યું હતું. આ પાર્સલ પર 'એલોવેરા પાવડર' લખેલું હતું. જ્યારે તેનું રમણ સ્પેક્ટોગ્રાફીમશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેમાં એટોમીડેટ હોવાનું સાબિત થયું. આ સાથે જ તેની ઇન્વોઇસ અને સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે, જેમાં માલને એલોવેરા પાવડર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ત્રણ કંપનીઓ અને અનેક બોગસ ડોક્યુમેન્ટ્સ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ અલગ-અલગ કંપનીઓ – DWN બાયોસાયન્સ, રુદ્ર એન્ટરપ્રાઇઝ અને જાની ફાર્મા – ના નામે આ કાળો કારોબાર ચલાવતા હતા. તેઓ સેન્ચુરી ફાર્મા અને વેલોરેસ ફાર્મા જેવી કંપનીઓમાંથી માલ ખરીદતા હતા. મલેશિયાના 'Mr. Chua Zhi Xuan' નામના વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તેઓ મિસલેબલિંગ અને મિસડિક્લેરેશન કરી કસ્ટમ્સ સાથે છેતરપિંડી કરતા હતા. તેમની સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 4થી 5 હજાર યુએસ ડોલરના પ્રતિ કિલોએ વેંચતા આરોપીઓએ વિવિધ દેશોમાં અંદાજિત 4થી 5 હજાર યુએસ ડોલરના પ્રતિ કિલોના ભાવથી મોકલાવ્યો હતો. જે અંદાજે 5.75 કરોડની કિંમત થાય છે. આ તમામ જથ્થો થાઈલેન્ડ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પણ વાંચો નિરમા-ટાઇડના નામે 'મ્યાઉં મ્યાઉં' ડ્રગ્સ વેચતો 2 મહિના પહેલાં આખું સુરત શહેર વર્ષ 2026ના આગમનની ઉજવણીમાં ડૂબેલું હતું ત્યારે સુરત SOGની ટીમે ડ્રગ્સ-પેડલરની ધરપકડ કરી છે. અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી પોલીસે જીલ ઠુંમર નામના યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી 236 ગ્રામ 'મ્યાઉં મ્યાઉં' (MD) ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 7 લાખ જેટલી થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જીલ તેના 'આકા'ના કહેવા પર કમિશનની લાલચે આ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો. નવા વર્ષની પાર્ટીઓમાં આ ડ્રગ્સ સપ્લાય થાય એ પહેલાં જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતના મોલમાં ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી, લંડનથી મેનેજમેન્ટ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી 'હાઈ પ્યુરિટી બ્લૂ ક્રિસ્ટલ મેફેડ્રોન' ડ્રગ્સ ફેક્ટરીનો સુરત SOGએ પર્દાફાશ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ જનક જાદાણીના ઈશારે કેમિસ્ટ્રીના માસ્ટર એવા સિનિયર કેમિસ્ટ અને ગ્રેજ્યુએટ યુવાનો દ્વારા તૈયાર કરાતું આ ઘાતક ડ્રગ્સ હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં 'બ્લૂ ક્રિસ્ટલ' તરીકે જાણીતું હતું.(વાંચો સંપૂર્ણ સમાચાર) ફોરેક્સ ટ્રેડિંગમાં 3 લાખનું દેવું, 'ડબલ લાઈફ' જીવતો લેબ ટેક્નિશિયન સિનિયર કેમિસ્ટ ફોરેક્સ ટ્રેડિંગના સટ્ટામાં 3 લાખ રુપિયા હારી ગયો હતો, જેનો ફાયદો ઉઠાવીને લંડન બેઠેલા જનક જાગાણીએ તેની પાસે હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં વપરાતું 'બ્લુ મેફેડ્રોન' ડ્રગ્સ તૈયાર કરાવ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) અંકલેશ્વરમાં ભાડાના ઘરમાં ડ્રગ્સની ફેક્ટરી, ગુગલ પર જોઈ MD ડ્રગ્સ બનાવતો અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભાડાના મકાનના બાથરૂમમાં લેબ તૈયાર કરી એમડી ડ્રગ બનાવવામાં આવતું હોવાને ચોકાવનારો ખુલાસો થયો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો થયો તો વિશ્વયુદ્ધ નક્કી!:એક્સપર્ટે કહ્યું- આ ઇરાનનું કરોડરજ્જુ, અહીંથી 90% ઈરાની તેલનું એક્સપોર્ટ; આ આઈલેન્ડ પર ટ્રમ્પની નજર
    Next Article
    રાજનીતિનો અર્થ સત્તા નહીં પરંતુ પવિત્ર જવાબદારી:જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીનું વડોદરામાં આગમન, કહ્યું- આદર્શ સમાજ માટે ચોક્કસ ગુણો અનિવાર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment