Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરવા ગામમાં કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા:'જીવનમાં વસ્તુઓનો સંગ્રહ અને પંચવિષયના ભોગમાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો જ સુખી થઈશું'

    1 day ago

    ભરૂચ પાસેના ઉમરવા ગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર, અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કીર્તનભક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સત્સંગમાં દ્રઢતા લાવવા પ્રેરક પ્રવચનો આપ્યા હતા. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જો માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, વાક્યમાં પૂર્ણવિરામ ન આવે તો તે વાક્ય અધૂરું લાગે છે. તેવી જ રીતે, રેલવેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ન આવે તો તે મુસાફરી સુખદાયી બનતી નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે, જીવનમાં વસ્તુઓનો સંગ્રહ અને પંચવિષયના ભોગમાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો જ સુખી થઈશું. ધન, આયુષ્ય, સ્ત્રી અને ભોજન આ ચાર બાબતોમાં અત્યાર સુધી કોઈને તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. તેથી, સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ માનવું જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે જ શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, જેટલો સત્સંગ કરીએ તેટલું વધુ સુખી થવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં કહે છે કે, ભક્તિ અને સત્સંગ કર્યા વગર ગમે તેવો મોટો હોય તોપણ તેને દુઃખ મટતાં નથી. આથી, નિત્ય નામસ્મરણ, પ્રાર્થના, સદ્ગ્રંથોનું પઠન અને સંતોનો સમાગમ કરવો અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી, VIDEO:પોલીસ વિભાગની આબરું ધોવાતા મહેસાણા SPએ સાંથળ PIને સસ્પેન્ડ કર્યા
    Next Article
    CISF સીઝન-2નો ભવ્ય પ્રારંભ:સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન, કરણી માતા ગ્રાઉન્ડ પર 16 ટીમો વચ્ચે જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment