Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CISF સીઝન-2નો ભવ્ય પ્રારંભ:સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન, કરણી માતા ગ્રાઉન્ડ પર 16 ટીમો વચ્ચે જંગ

    1 day ago

    સુરત શહેરના વિવિધ સરકારી અને સુરક્ષા વિભાગો વચ્ચે એકતા, પરસ્પર સહયોગ અને ખેલદિલીની ભાવના કેળવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) સુરત એરપોર્ટ દ્વારા “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ – સીઝન-2”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. CP અનુપમસિંહ ગહલૌતના હસ્તે ઉદ્ઘાટન આ ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી રમતગમતની પ્રવૃત્તિઓથી સુરતની વિવિધ એજન્સીઓ વચ્ચે આંતર-વિભાગીય સંકલન વધે છે. સાથે જ તેમણે વ્યસ્ત કામગીરી વચ્ચે રમતગમત દ્વારા સ્વાસ્થ્ય જાળવવાના CISFના આ પ્રયાસની મુક્ત કંઠે સરાહના કરી હતી. 16 ટીમો વચ્ચે 20 દિવસનો મુકાબલો આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સુરતની નામાંકિત 16 ટીમો મેદાનમાં ઉતરી છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી, એરપોર્ટ ઓથોરિટી, કસ્ટમ્સ, GST, ટ્રાફિક પોલીસ, ONGC, કવાસ CISF યુનિટ, ક્રિભકો, બેંકિંગ સેક્ટર અને વિવિધ એરલાઇન્સની ટીમોનો સમાવેશ થાય છે. તારીખ 10 થી 30 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. એકતા અને શારીરિક તંદુરસ્તીનો સંદેશ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ખેલાડીઓમાં અદભૂત જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ મેચ સવારે 08:30 કલાકે રમાઈ હતી. આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે ટીમ ભાવના અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો છે. આગામી 20 દિવસ સુધી ચાલનારી આ લીગ મેચો સુરતની સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંબંધો અને એકતાનું પ્રતીક બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઉમરવા ગામમાં કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા:'જીવનમાં વસ્તુઓનો સંગ્રહ અને પંચવિષયના ભોગમાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો જ સુખી થઈશું'
    Next Article
    Gujarat Assembly | T 20 વર્લ્ડ કપની ફાઈનલ ટિકિટનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો | T 20 World Cup Ticket

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment