Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી, VIDEO:પોલીસ વિભાગની આબરું ધોવાતા મહેસાણા SPએ સાંથળ PIને સસ્પેન્ડ કર્યા

    1 day ago

    મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલીક અસરથી પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે. કટોસણમાં 6 માર્ચે લોકડાયરો યોજાયો હતો કટોસણ ગામમાં 6 માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગામ લોકો દ્વારા સાંથલ PI એમ.એમ.વરચંદને આમંત્રણ અપાતા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, કાર્યક્રમ દરમિયાન જ્યારે પીઆઈ મંચ પર હતા ત્યારે જ અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા પીઆઈ પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા હતા. મહેસાણા SPએ PIને સસ્પેન્ડ કર્યા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, સાડા ત્રણ માસથી ત્યાં ફરજ બજાવતા પી.આઈ.ને 9 તારીખે એસ.પી.એ બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર મામલે ભાસ્કરે મહેસાણા એસપીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, થઈ શક્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ગુનેગાર સામે PASA હેઠળ કાર્યવાહી:LCBએ 20 વર્ષીય આરોપીને પાલનપુર જેલમાં મોકલ્યો
    Next Article
    ઉમરવા ગામમાં કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા:'જીવનમાં વસ્તુઓનો સંગ્રહ અને પંચવિષયના ભોગમાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો જ સુખી થઈશું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment