Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ગુનેગાર સામે PASA હેઠળ કાર્યવાહી:LCBએ 20 વર્ષીય આરોપીને પાલનપુર જેલમાં મોકલ્યો

    1 day ago

    અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 20 વર્ષીય આરોપી રામકુ કાળુભાઈ વાઘેલા સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી LCB દ્વારા તેને ઝડપી પાડી પાલનપુર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ કડક પગલાં લેવાયા છે. LCB દ્વારા રામકુ વાઘેલા સામે PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે PASA વોરંટ ઇસ્યુ કર્યા બાદ LCB PI એ.ડી. ચાવડા અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રામકુ કાળુભાઈ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની સામે વડીયા, સાવરકુંડલા ટાઉન, જામજોધપુર અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશન સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી છે. આ સમગ્ર કાર્યવાહી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ LCB PI એ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટીમમાં રમેશભાઈ સીસારા, દયાબેન જસાણી, ધ્રુવિનાબેન સુરાણી અને રીનાબેન ધોળકીયાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું- પાત્ર મતદારનું નામ કપાશે નહીં:સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવી એ આયોગની પ્રાથમિકતા છે, લોકોએ ફરી કાળા ઝંડા ફરકાવ્યા
    Next Article
    ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી, VIDEO:પોલીસ વિભાગની આબરું ધોવાતા મહેસાણા SPએ સાંથળ PIને સસ્પેન્ડ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment