Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી:ઈમેલ મળતાં બિલ્ડિંગ ખાલી કરાવાઈ, પોલીસ તપાસ શરૂ

    1 day ago

    ગોધરા શહેરમાં ફરી એકવાર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસના સત્તાધીશોને ઈમેલ દ્વારા ધમકી મળ્યા બાદ સુરક્ષાના કારણોસર પોસ્ટ ઓફિસ અને તે જ બિલ્ડિંગમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. તમામ કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોને ઝડપથી બિલ્ડિંગની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરા શહેર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શહેર એ-ડિવિઝન, બી-ડિવિઝન, LCB અને SOG ટીમના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર બિલ્ડિંગના ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહાદેવના દર્શન સાથે નવી જવાબદારીનો પ્રારંભ:જૂનાગઢ રેન્જ IGP આર.વી. ચુડાસમાનો સંદેશ: 'પ્રજા-પોલીસના સહકારથી જ સુરક્ષિત સમાજ શક્ય'
    Next Article
    સીપુ જળાશય રસ્તાઓ માટે ₹17 કરોડ મંજૂર:ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment