Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવના દર્શન સાથે નવી જવાબદારીનો પ્રારંભ:જૂનાગઢ રેન્જ IGP આર.વી. ચુડાસમાનો સંદેશ: 'પ્રજા-પોલીસના સહકારથી જ સુરક્ષિત સમાજ શક્ય'

    1 day ago

    ગીરસોમનાથ જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન સોમનાથ મહાદેવ ખાતે જૂનાગઢ રેન્જના નવા આઈજીપી આર.વી. ચુડાસમાએ દર્શન કરી પોતાની નવી જવાબદારીનો પ્રારંભ કર્યો હતો. ચાર્જ સંભાળતા પૂર્વે તેમણે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ પહોંચતા પ્રથમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. જયદીપસિંહ જાડેજા અને ડીવાયએસપી વી.આર. ખેંગાર દ્વારા પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ વતી સુરુભા જાડેજા અને ઉમેદસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. આર.વી. ચુડાસમાએ સોમનાથ મહાદેવને જળાભિષેક સાથે પૂજા-અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આઈજીપી ચુડાસમાએ જણાવ્યું હતું કે સોમનાથ સાથે તેમનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. તેમની પોલીસ કારકિર્દી દરમિયાન ડીવાયએસપી અને એસપી તરીકેના મહત્વના પોસ્ટિંગ સોમનાથ વિસ્તારમાં રહ્યા હતા, જેના કારણે તેઓ આ વિસ્તાર અને અહીંની પ્રજાની ભાવનાઓથી નજીકથી પરિચિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત પોલીસ હંમેશા પ્રજાની સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહી છે. કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે જૂનાગઢ રેન્જના તમામ જિલ્લાઓમાં પોલીસતંત્ર સતત સક્રિય રહેશે. ગુનાખોરીને કાબૂમાં રાખવા માટે આધુનિક ટેકનોલોજી અને સઘન પોલીસિંગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આઈજીપી ચુડાસમાએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદાની અમલવારી માટે જ નથી, પરંતુ પ્રજા સાથે મિત્રતાભર્યો સંબંધ સ્થાપિત કરી સુરક્ષિત સમાજ બનાવવાનો પણ પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, "પોલીસ પ્રજાની મિત્ર છે, પરંતુ સુરક્ષા જાળવવા માટે પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી છે." તેમણે ગુનાહિત તત્વોને કડક ચેતવણી આપતા કહ્યું કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ગુનેગારોને ગુનાહિત પ્રવૃત્તિ છોડવા માટે સૂચના આપતા તેમણે જણાવ્યું કે જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલું જણાશે તો કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે આવા તત્વોને રેન્જ વિસ્તાર છોડવા માટે પણ મજબૂર થવું પડશે. સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ નવી જવાબદારી દરમિયાન આઈજીપી આર.વી. ચુડાસમાએ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમના આ સંદેશથી સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં જૂનાગઢ રેન્જમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય રીતે કામ કરશે.
    Click here to Read More
    Previous Article
    ST બસમાં કિન્નરએ મુસાફરોને માર માર્યો:કિમ ચાર રસ્તા પાસે પૈસા બાબતે બબાલ બાદ ઘટના, મામલો પોલીસ મથકે પહોંચ્યો
    Next Article
    ગોધરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી:ઈમેલ મળતાં બિલ્ડિંગ ખાલી કરાવાઈ, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment