Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા રેફરલ હોસ્પિટલ જર્જરિત, સુવિધાઓનો અભાવ:લાખોના સાધનો બંધ, નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ખાલી

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની સરકારી રેફરલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. પાયાની સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાખો રૂપિયાના સાધનો ટેકનિશિયનના અભાવે બંધ પડ્યા છે, જ્યારે સ્ટાફની અછતને કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘો ખર્ચ કરવો પડે છે. હોસ્પિટલના બિલ્ડિંગની હાલત અત્યંત ખરાબ છે. ઠેર-ઠેર સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે, જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ પર સતત જોખમ મંડરાઈ રહ્યું છે. સરકારે લાખો રૂપિયાના ખર્ચે એક્સ-રે મશીન સહિતના આધુનિક સાધનો વસાવ્યા છે. જોકે, ટેકનિશિયન અને જાણકાર સ્ટાફના અભાવે આ કિંમતી સાધનો મોટાભાગે બંધ રહે છે અને તેનો ઉપયોગ થઈ શકતો નથી. હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની પણ ગંભીર અછત છે. ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત)ની જગ્યા ખાલી હોવાથી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમને ખાનગી હોસ્પિટલોમાં ઊંચી ફી ચૂકવવી પડે છે. આ ઉપરાંત, આંખના ડોક્ટર અને મેડિકલ ઓફિસર જેવી મુખ્ય જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે, જેના કારણે હોસ્પિટલ ઇન્ચાર્જના ભરોસે ચાલી રહી છે. ગઢડા શહેર અને તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા શ્રમિકો અને ગરીબ પરિવારો માટે આ હોસ્પિટલ એકમાત્ર આશાનું કિરણ છે. સ્થાનિક નાગરિક ઉદયભાઈ ડવે તંત્રને તાત્કાલિક નિષ્ણાત ડોકટરોની નિમણૂક કરવા, બંધ પડેલા સાધનોનો ઉપયોગ શરૂ કરાવવા અને જર્જરિત બિલ્ડિંગનું સમારકામ અથવા નવું બાંધકામ કરાવવા માંગ કરી છે. આ અંગે રેફરલ હોસ્પિટલના ડોક્ટર મિલન ઘેવરિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફિસર, ગાયનેકોલોજિસ્ટ અને આંખના ડોક્ટરની જગ્યાઓ ખાલી છે. તેમણે ઉમેર્યું કે, બિલ્ડિંગની જર્જરિત હાલત અંગે પણ વડી કચેરીમાં લેખિત જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી:અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, સંકુલ ખાલી કરાવાયા
    Next Article
    ગુજરાતના શહેરોમાં ‘લેક એન્ડ એર વોચ’ સિસ્ટમ શરૂ થશે:તળાવો અને હવાની ગુણવત્તા પર સેટેલાઈટથી રિયલ-ટાઈમ નજર રખાશે, 17 મહાનગરપાલિકા-152 નગરપાલિકા આવરી લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment