Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના શહેરોમાં ‘લેક એન્ડ એર વોચ’ સિસ્ટમ શરૂ થશે:તળાવો અને હવાની ગુણવત્તા પર સેટેલાઈટથી રિયલ-ટાઈમ નજર રખાશે, 17 મહાનગરપાલિકા-152 નગરપાલિકા આવરી લેવાશે

    1 day ago

    ગુજરાત સરકાર રાજ્યના શહેરોમાં પર્યાવરણ સંરક્ષણ અને શહેરી વિકાસને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવા જઈ રહી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવા 'લેક એન્ડ એર વોચ' પહેલ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની સ્થિતિ પર રિયલ-ટાઈમ નજર રાખી શકાશે અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ સામે સમયસર પગલાં લેવા સરળ બનશે. રાજ્ય સરકારની 'લેક એન્ડ એર વોચ' પહેલ અમલમાં મૂકવાનો નિર્ણય ઝડપથી વધી રહેલા શહેરીકરણને કારણે શહેરોમાં આવેલા તળાવો પ્રદૂષિત થવાની સમસ્યા, પાણીની ગુણવત્તામાં ઘટાડો અને ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સાથે સાથે ગીચ વસવાટવાળા વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 'લેક એન્ડ એર વોચ' પહેલ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંકલિત ડિજિટલ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ પ્લેટફોર્મ તૈયાર કરાશે આ પહેલ અંતર્ગત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા એક સંકલિત ડિજિટલ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ સિસ્ટમમાં રાજ્યના શહેરોમાં આવેલા તળાવો તેમજ હવાની ગુણવત્તા અંગેની માહિતી સતત અપડેટ થતી રહેશે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તળાવોની સ્થિતિમાં ગંભીર ફેરફાર દેખાશે તો તાત્કાલિક એલર્ટ અપાશે પ્રોજેક્ટ અંતર્ગત સેટેલાઇટ ટેક્નોલોજી અને આધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા તળાવોના વિસ્તાર, પાણીની ગુણવત્તા, ગંદકીના સંકેતો, કાંપ ભરાવ અને શેવાળ જેવા પરિબળોનું વિશ્લેષણ કરવામાં આવશે. જો તળાવોની સ્થિતિમાં કોઈ ગંભીર ફેરફાર જોવા મળશે તો સિસ્ટમ દ્વારા તાત્કાલિક એલર્ટ આપવામાં આવશે જેથી સંબંધિત વિભાગો સમયસર કાર્યવાહી કરી શકે. શહેરોમાં હવાની ગુણવત્તા (AQI) અંગેની રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થશે તે ઉપરાંત રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા શહેરોમાં હવાની ગુણવત્તા (AQI) અંગેની રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થશે. જો AQIમાં વધારો થશે તો સિસ્ટમ આપમેળે એલર્ટ જનરેટ કરશે, જેના આધારે સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો પ્રદૂષણ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લઈ શકશે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થશે આ પ્રોજેક્ટ અંતર્ગત એક કેન્દ્રિય ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવશે. જેમાં શહેરોના તળાવો અને હવાની ગુણવત્તા અંગેના મેપ્સ, ટ્રેન્ડ્સ, એલર્ટ અને હાથ ધરાયેલી કામગીરી અંગેની માહિતી ઉપલબ્ધ રહેશે. આથી વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ શક્ય બનશે. સાથે સાથે નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ થવાથી પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધશે. રાજ્ય સરકારનું માનવું છે કે 'લેક એન્ડ એર વોચ' પહેલ શહેરોના તળાવોનું સંરક્ષણ, હવાની ગુણવત્તામાં સુધારો અને આબોહવા પરિવર્તન સામે ટકાઉ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા રેફરલ હોસ્પિટલ જર્જરિત, સુવિધાઓનો અભાવ:લાખોના સાધનો બંધ, નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ખાલી
    Next Article
    Why OpenClaw is attracting even 60-year-olds in China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment