Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગદાણામાં બાઇક અને ટ્રેક્ટર અકસ્માતમાં બે સગીરના મોત:મહુવાના આંગણકા-નાના ખુટવડા માર્ગ પર મોડી રાત્રે ઘટના

    1 day ago

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકાથી નાના ખુટવડા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકે બાઇક પર સવાર બે સગીરને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ 13 વર્ષીય વરુણ મુકેશભાઈ મકવાણા અને 15 વર્ષીય ગણેશ ધરમશીભાઈ ધાપા તરીકે થઈ છે. આ ઘટના ગઈકાલ મોડી રાત્રિના સમયે બની હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે બગદાણા પોલીસે જાણ થતા જ વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને મહુવા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં વિપક્ષનો હોબાળો:'દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ'ના નારા લાગ્યા; સ્પીકર બિરલા વિરુદ્ધ પ્રસ્તાવ પર આજે ચર્ચા થવાની શક્યતા
    Next Article
    રાજકોટમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી થશે:20 એપ્રિલથી 19 મે ઘર ગણતરી બાદ જનસંખ્યા ગણના માટે ઓર્ડરો નિકળ્યા, વર્ષ 2011 મૂજબ શહેરની વસ્તી 13.90 લાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment