Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી થશે:20 એપ્રિલથી 19 મે ઘર ગણતરી બાદ જનસંખ્યા ગણના માટે ઓર્ડરો નિકળ્યા, વર્ષ 2011 મૂજબ શહેરની વસ્તી 13.90 લાખ

    1 day ago

    ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતમાં આગામી 20 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કાની કામગીરી થશે જેમાં સૌપ્રથમ ઘરોની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં મતદારોની ગણતરી થશે. 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર અપાયો છે. જ્યારે 300 કર્મચારીઓ દીઠ એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓના ખાસ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સિવાય 5 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. રાજકોટમાં વર્ષ 2011 માં થયેલી વસ્તી ગણતરી મુજબ 13.90 લાખ જનસંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021 માં કોરોનાને કારણે વસ્તી ગણતરી ન થઈ શકે ત્યારે હવે 15 વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. જેને લઈને તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આ કામમાં જોડવામાં આવી રહ્યા છે. ભારતની વસ્તી ગણતરી-2027 ની પુર્વ તૈયારી રૂપે રાજય/જિલ્લા/તાલુકા સ્તરે વસ્તી ગણતરી બાબતે મ્યુનિસીપલ કમિશ્નર/મુખ્ય અધિકારી/મામલતદાર/ વહીવટી અધિકારી વગેરે દ્વારા ક્ષેત્રિય કામગીરી કરનાર સુપરવાઇઝરો/ગણતરીદારોની નિમણૂંક કરવાની રહેશે. આમ દરેક ચાર્જ અધિકારીઓએ પોતાના તાબા હેઠળના વિસ્તાર માટે વસ્તી ગણતરી અધિનિયમ- 1990 જોગવાઈ-3 હેઠળ સુપરવાઇઝરો/ગણતરીદારોને ભારતની વસ્તી ગણતરી-2027 ની ક્ષેત્રિત કામગીરી અને માહિતી એકત્રિત કરનાર તરીકે નિયુક્ત કરવાના થાય છે. ભારત સરકારના ડીરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સના નિયામકના તા.6 ફેબ્રુઆરી, 2026 ના પત્રથી વર્ષ-2027 માં જનગણના હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અન્વયે ગુજરાત સરકારના નોટીફીકેશન તા.2 ફેબ્રુઆરી, 2026 મુજબ જનગણના -2027 ના પ્રથમ તબક્કમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે, 2029 એમ 30 દિવસના સમયગાળામાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂંક કરવાની થાય છે. જેથી વસ્તી ગણતરીના કામે નીચે મુજબના કર્મચારીની વસ્તી ગણતરીદાર/સુપરવાઇઝર તરીકે નિમણૂંક કરવા હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ કલેકટરે 3 કર્મચારીઓના વસ્તી ગણતરીની ખાસ કામગીરી માટેના ઓર્ડર કર્યા કર્મચારીનું નામ અને હોદ્દો - ફરજની કચેરી રાહુલ ચૌહાણ (પુરવઠા નિરીક્ષક) - રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી કોમલ એન. વાઢેર (નાયબ મામલતદાર) - રાજકોટ તાલુકા મામલતદાર કચેરી પ્રદીપ કે. પરમાર (ક્લાર્ક) - જામકંડોરણા મામલતદાર કચેરી કયા નાયબ મામલતદારને કયા બદલી ? કર્મચારીનું નામ - હાલની ફરજ - ક્યાં બદલી થઈ? 1. અંકિત શેખડા - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) - શિરસ્તેદાર (પ્રાંત કચેરી, ધોરાજી) 2. કનુભાઈ પરમાર - નાયબ મામલતદાર (મામલતદાર કચેરી, ધોરાજી) - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) 3. યોગીરાજસિંહ ગોહિલ - નાયબ મામલતદાર (દબાણ -1, મામલતદાર કચેરી, લોધીકા)- શિરસ્તેદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર -1) 4. વસીમ રિઝવી - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર - 1) - નાયબ મામલતદાર (રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, રાજકોટ) 5. હિતેન્દ્રસિંહ ચુડાસમા - નાયબ મામલતદાર (દબાણ - 2, મામલતદાર કચેરી, કોટડાસાંગાણી) - પુરવઠા નિરીક્ષક (જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ રાજકોટની વસ્તી કુલ વસ્તી: 13,90,640 પુરુષ વસ્તી: 52.43% સ્ત્રી વસ્તી: 47.47% સાક્ષરતા દર: 82.20% મુખ્ય ધર્મ: હિન્દુ (89.90%), ઇસ્લામ (7.68%), જૈન (1.90%) મુખ્ય ભાષા: ગુજરાતી
    Click here to Read More
    Previous Article
    બગદાણામાં બાઇક અને ટ્રેક્ટર અકસ્માતમાં બે સગીરના મોત:મહુવાના આંગણકા-નાના ખુટવડા માર્ગ પર મોડી રાત્રે ઘટના
    Next Article
    ધારીમાં લગ્ન પ્રસંગે મારામારી, એક વ્યક્તિ ઘાયલ:વરરાજાના ફુલેકા દરમિયાન હુમલો, વીડિયો વાઇરલ, બે સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment