Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણીપમાં રાત્રે પથ્થરમારો:એક જ સમાજના બે જૂથે સામાન્ય બાબતમાં સામસામે પથ્થર ફેંક્યા, રોડ પર પાર્ક વાહનોના કાચ ફૂટ્યા

    1 day ago

    રાણીપના બલોલનગરમાં ગઇકાલે(9 માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી. સોસાયટીના ગેટ પાસે એકબીજા પર પથ્થર ફેંક્યા બંને પરિવારે સોસાયટીના ગેટ પાસે સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. પરિવારની મહિલાઓએ પણ એકબીજા પર પથ્થર ફેંક્યા હતા.બનાવની જાણ થતા રાણીપ પોલીસની 4થી 5 ગાડી સ્થળ પર પહોચી હતી. પોલીસે મામલો થાળે પાડી સ્થળ પરથી જ કેટલાક લોકોની અટકાયત કરી હતી. તમામ લોકોને રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 6 લોકોની અટકાયત રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એક જ સમાજના લોકો વચ્ચે ઝઘડો થતાં પથ્થરમારો થયો હતો. કોઈને ઇજા પહોંચી નથી. સ્થળ પરથી જ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સગીરે પૂરઝડપે કાર હંકારી 3થી વધુ વાહનો ઉડાવ્યા:આઈસ્ક્રીમ ખાવા પિતાની કાર લઈ નીકળ્યો ને 15 મહિનાના બાળક સહિત 4ને અડફેટે લીધા, ટોળાએ મેથીપાક ચખાડ્યો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક:CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment