Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્યોગ જગતના પ્રશ્નોને લઈને ચેમ્બરની CMને રજૂઆત:શ્રમિકોની હિજરત: ગેસ પુરવઠો ઝડપી બનાવી તેમને પાછા બોલાવવા રેલવે સાથે સંકલન જરૂરી

    3 days ago

    ઈરાન-ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની સ્થિતિને લઈને સુરતની ટેક્સટાઈલ સહિતની ઈન્ડસ્ટ્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ રજૂઆત કરી હતી કે, ‘કોવિડ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) જેવી સહાયકારી યોજના વર્તમાન મિડલ ઈસ્ટમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફરીથી અમલમાં મુકવામાં આવે. ઉપરાંત, ઉદ્યોગકારોને છ મહિનાના મોરેટોરિયમ સાથે કોલેટરલ ફ્રી લોન ઉપલબ્ધ કરવામાં આવે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે ગેસ પુરવઠામાં ઉભી થયેલી અનિશ્ચિતતાને દૂર કરવા અને ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવામાં આવે.ગેસની અછતને કારણે શ્રમજીવીઓ સુરત છોડીને પોતાના વતને જઇ રહ્યા હોવાથી આ સ્થિતિ ઉદ્યોગ જગત માટે ચિંતાજનક છે. ઉધના સ્ટેશન જેવી અફરાતફરી ફરી ન થાય તે માટે પણ રજૂઆત ઉધના રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં આગોતરા આયોજન અને પૂરતી વ્યવસ્થાના અભાવે સર્જાયેલી અફરાતફરીની ઘટના ફરીથી નહીં બને તે માટે ગુજરાત સરકાર દ્વારા રેલ્વે મંત્રાલય સાથે સંકલન સાધી શ્રમજીવીઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરીને શ્રમિકોને સુરત પરત લાવવા માટે વધુ ટ્રેનો દોડાવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિને કારણે સુરત છોડીને વતન ગયેલા શ્રમજીવીઓને ફરીથી સુરત પરત લાવવા અત્યંત આવશ્યક છે.
    Click here to Read More
    Previous Article
    કોર્ટમાં પતિએ જૂઠ્ઠાણું ચલાવ્યું તો પત્નીએ પોલ ખોલી:ખાધાખોરાકી મુદ્દે પતિએ કહ્યું બેકાર છું પત્નીએ જમીનના સોદા સાબિત કર્યા
    Next Article
    કસ્ટમ વિભાગ એક્શન મોડમાં:દરિયામાં થતા કોલસાના સ્મગલિંગ સામે કસ્ટમનું 100 કલાક પેટ્રોલિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment