Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટમાં પતિએ જૂઠ્ઠાણું ચલાવ્યું તો પત્નીએ પોલ ખોલી:ખાધાખોરાકી મુદ્દે પતિએ કહ્યું બેકાર છું પત્નીએ જમીનના સોદા સાબિત કર્યા

    2 days ago

    ભરણપોષણના એક કેસમાં પતિએ એમ કહીને ચૂકવણીથી ઇન્કાર કરી દીધો કે પોતે હાલ બેકાર છે. જો કે, પત્નીએ કોર્ટમાં એ સાબિત કરી દીધું હતું કે તેમના પતિ જમીનોના મોટા સોદા કરે છે અને તેમાં તે સારી એવી દલાલી મેળવી રહ્યા છે. પત્ની તરફે કરવામાં આવેલી દલીલોના આધારે આખરે કોર્ટે પતિને દર મહિને રૂપિયા 10 હજાર ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો. સગરામપુરા ખાતે રહેતા યુવક-યુવતીના લગ્ન વર્ષ 2003માં થયા હતા, લગ્નના શરૂઆતી દિવસો સારા રહ્યા બાદ પતિની દારૂની લત સામે આવી હતી અને બાદમાં ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. ચાર થી પાંચ વર્ષ વિત્યા બાદ પણ બાળક નહીં અવતરતા અરજદારને જવાબદાર ગણવામા આવતી હતી. તેને દહેજમાં રૂપિયા 50 લાખ લઇ આવવા કહેવાતુ હતુ. આખરે મહિલા ઘરમાંથી કાઢી મુકવામા આવી હતી. ભાસ્કર એક્સપર્ટ આવકના પુરાવા હોય તો કોર્ટ નિર્ણય લે કમાણી કેટલી છે તે પુરવાર કરવા માટે પુરાવાની જરૂરી હોય છે અને માટો ડોક્યુમેન્ટરી એવિડન્સ જોઈએ છે. અ્નેકવાર બેન્ક એકાઉન્ટ કે આઇટી રિટર્ન પણ જરૂરી હોય છે. તેના આધારે પણ કોર્ટ ભરણપોષણના નિર્ણય કરતી હોય છે અનેક મહિલાઓ પગાર સ્લિપ પણ આપતી હોય છે. > પ્રીતિ જોષી, એડવોકેટ
    Click here to Read More
    Previous Article
    યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ વિઝા ફ્લોપ:અત્યાર સુધી માત્ર 1 વ્યક્તિએ જ લીધો, 1300 અરજીઓ વેચવાનો દાવો કરાયો હતો
    Next Article
    ઉદ્યોગ જગતના પ્રશ્નોને લઈને ચેમ્બરની CMને રજૂઆત:શ્રમિકોની હિજરત: ગેસ પુરવઠો ઝડપી બનાવી તેમને પાછા બોલાવવા રેલવે સાથે સંકલન જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment