Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સગીરે પૂરઝડપે કાર હંકારી 3થી વધુ વાહનો ઉડાવ્યા:આઈસ્ક્રીમ ખાવા પિતાની કાર લઈ નીકળ્યો ને 15 મહિનાના બાળક સહિત 4ને અડફેટે લીધા, ટોળાએ મેથીપાક ચખાડ્યો

    1 day ago

    વડોદરા શહેરમાં ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નીકળેલા ધો.12માં અભ્યાસ કરતા 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. 15 મહિનાના બાળક સાથે બાઈક પર જઈ રહેલાં માતા-પિતા, લગ્ન પ્રસંગથી ઘરે જતા માતા-પુત્રની એક્ટિવા સહિત 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ ઘટનામાં બાળક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી વિફરેલા ટોળાએ 16 વર્ષીય સગીરને મેથીપાક ચખાડીને તેની કારમાં તોડફોડ કરી હતી. તે દરમિયાન પોલીસ સ્થળે પહોંચી સગીરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સગીરે પૂરઝડપે કાર હંકારી 3થી 4 વાહનોને અડફેટે લીધા વડોદરા શહેરના અમિત નગર બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં પિતાની કાર લઈને બહાર નીકળેલા પુત્રએ ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 15 મહિનાના બાળક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. સગીરે અકસ્માત સર્જતા અમિત નગર બ્રિજ પાસે ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને લોકોમાં કારચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે લોકોએ 16 વર્ષના સગીરને માર માર્યો હતો આ સાથે જ કારમાં પણ તોડફોડ કરી હતી. માતાને કહ્યાં વગર ઘરેથી કાર લઈને નીકળી ગયો હતો ઘટના સમયે હરણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બાઈક લઈ સ્થળ પરથી પસાર થતા હતા. આ દરમિયાન અકસ્માત જોઈ તે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે વિફરેલા ટોળાએ તેને પણ ધક્કે ચડાવીને બાઈકની તોડફોડ કરી હતી. ઘટના બાદ પોલીસ અકસ્માત સર્જનારા સગીરને હરણી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસની પૂછપરછમાં યુવકના પિતા મુંબઈ ગયા હોવાથી તે કાર લઈને મોટનાથ મહાદેવ રોડ પર આવેલા ઘરેથી આઈસ્ક્રિમ ખાવા નિકળી ગયો હતો. પોલીસે તેના પરિવારજનોની પણ પુછપરછ હાથ ધરી છે. સગીર પોતાની માતાને પૂછ્યા વગર ગાડી લઈને ઘરેથી નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર લોકો સામે કગરતો જોવા મળ્યો સગીરને જ્યારે પોલીસ સ્ટેશન લઈને આવ્યા ત્યારે તે બે કાન પકડીને માફી માંગતો જોવા મળ્યો હતો. આ સમયે એક વ્યક્તિએ કહ્યું હતું કે, એક જ લાફો મારીશ. સગીર આ સમયે ત્યાં હાજર લોકોને કરગરતો જોવા મળ્યો હતો. જોકે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂરઝડપે આવી અમારા વાહન સાથે અમને ફંગોળ્યા ભોગ બનનાર મહિલા હિના પટેલના જણાવ્યા પ્રમાણે તેઓ લગ્ન પ્રસંગ પૂરો કરી શાંતિકુંજ સોસાયટીમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લીધી હતી. જો કે, સદનસીબે અમે બચી ગયા હતા. જ્યારે ભોગ બનનાર ઉમંગ શાહના જણાવ્યા પ્રમાણે તેઓ તેમના ભાઈના ઘરેથી બાઈક પર નિકળ્યા હતા. તેમની સાથે તેમનું 15 મહિનાનું બાળક અને પત્ની હતાં. અમિત નગર સર્કલ પહેલાં કાકાની પાવભાજી રેસ્ટોરાં પાસે કારે બાઈકને અથડાવી હતી જેમાં તેઓ પટકાયા હતાં અને ઇજાગ્રસ્ત થયા હતા. કોઈ પીડિત પોલીસ ફરિયાદ આપવા તૈયાર નથી હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.વી.વસાવાએ જણાવ્યું હતું કે, સગીરે વાહન ચલાવીને અકસ્માત કર્યો હતો. આ મામલે અમે તપાસ કરી રહ્યા છે. કોઈ પીડિત પોલીસ ફરિયાદ આપવા તૈયાર નથી. જોકે અમે આ મામલે કાર્યવાહી કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે ઈરાન યુદ્ધ વચ્ચે પુતિન સાથે વાત કરી:કહ્યું- રશિયા યુદ્ધ ખતમ કરવામાં મદદ કરવા ઇચ્છે છે, અમે 51 ઈરાની જહાજો ડુબાડ્યા
    Next Article
    રાણીપમાં રાત્રે પથ્થરમારો:એક જ સમાજના બે જૂથે સામાન્ય બાબતમાં સામસામે પથ્થર ફેંક્યા, રોડ પર પાર્ક વાહનોના કાચ ફૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment